Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરચેલા નજીકથી દેશી દારૂના જથ્થા સાથે કારચાલક ઝડપાયો

ચેલા નજીકથી દેશી દારૂના જથ્થા સાથે કારચાલક ઝડપાયો

પંચકોશી બી ડિવિઝન પોલીસનો દરોડો : 500 લીટર દારૂ અને કાર સહિતનો મુદામાલ કબ્જે : બે શખ્સોની ખુલી સંડોવણી

જામનગર તાલુકાના ચેલા ગામના પાટિયા પાસેથી પસાર થતી બ્રેઝા કારને આંતરીને પંચકોષી ‘બી’ ડિવિઝન સ્ટાફએ તલાશી લેતા કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવતાં પોલીસે રૂા. 8,05,000ના મુદામાલ સાથે શખ્સને દબોચી લઇ ત્રણ શખ્સો વિરુઘ્ધ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના ચેલા ગામના પાટિયા પાસેથી કારમાં દેશી દારૂનો જથ્થા સાથે શખ્સ પસાર થવાની એએસઆઇ એસ. એચ. જિલરિયા, પો.કો. મેહુલભાઇ વિસાણી, પોલાભાઇ ઓડેદરાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ પીઆઇ વી. જે. રાઠોડ, એએસઆઇ શૈલેન્દ્રસિંહ જાડેજા, એસ. એચ. જિલરિયા, પો.કો. જયદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ રાઠોડ, રાજદીપસિંહ જાડેજા, મેહુલભાઇ વિસાણી, પોલાભાઇ ઓડેદરા સહિતના સ્ટાફએ વોચ ગોઠવી બાતમી મુજબની જીજે12-ડીએલ-1261 નંબરની બ્રેઝા કારને આંતરીને તલાશી લેતાં તેમાંથી રૂા. એક લાખની કિંમતનો 500 લીટર દેશી દારૂનો જથ્થો અને રૂા. 5 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી આવતા પોલીસે હમીર ઉર્ફે વિજય લગધીર કરમટા (રહે. જામનગર) નામના શખ્સને દારૂનો જથ્થો, મોબાઇલ અને કાર મળી કુલ રૂા. 8,05,000ના મુદામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં પોરબંદરનો ભીમા કારા મુછાર અને જામનગરના જીતેન્દ્ર ઉર્ફે જિતિયો જલારામ મનસુખ વિઠલાણી નામના બે શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular