Saturday, October 19, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરના સીદસરમાંથી દારૂના જથ્થા સાથે કારચાલક ઝડપાયો

જામજોધપુરના સીદસરમાંથી દારૂના જથ્થા સાથે કારચાલક ઝડપાયો

પોલીસે દારૂની બોટલો અને દોઢ લાખની કાર કબ્જે કરી : જામનગરમાંથી આઠ બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે : કુંભારવાડામાં મકાનમાંથી એલસીબીએ બીયરના ટીન કબ્જે કર્યા

- Advertisement -

જામજોધપુર તાલુકાના સીદસર ગામ નજીક મંદિર પાસેના રોડ પરથી પસાર થતી કારને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.2500ની કિંમતની દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે શખ્સને ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જામનગર શહેરમાંથી પોલીસે શખ્સને 8 બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. જામનગરમાં કુંભારવાડા વિસ્તારમાંથી રહેણાંક મકાનમાંથી 24 બીયરના ટીન મળી આવતા નાશી ગયેલા શખ્સની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા મંદિર પાસેના રોડ પરથી પસાર થતી જીજે-10-સીએન-4316 નંબરની કારને સ્થાનિક પોલીસે આંતરી લીધી હતી અને તલાસી લેતા કારમાંથી રૂા.2500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે રવિ વિનોદ વિરપરીયા નામના શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ શખ્સ દારૂનો જથ્થો સીદસરના નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ વાળા પાસેથી ખરીદ કર્યાની કેફિયત આપી હતી. જેથી પોલીસે રૂા.દોઢ લાખની કિંમતની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.1,52,500 નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં રાંદલ માતાજીના મંદિર પાસે આવેલા શૌચાલય નજીકથી પસાર થતા રામદેવસિંહ અભેસિંહ જેઠવા નામના શખ્સને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા. 4000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની આઠ બોટલ મળી આવતા પોલીસે રામદેવસિંહની ધરપકડ કરી ગુનો નોંધી આગળની પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન મકાનમાંથી તલાસી લેતા રૂા.2400 ની કિંમતના 24 નંગ બીયરના ટીન મળી આવતા એલસીબીએ મામદ કાસમ હાલાણી વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular