જાણીતા તબીબે ગોવામાં આયોજિત વિવિધ સ્પર્ધાઓ પૂર્ણ કરી આર્યનમેન ગોવા પૂર્ણ કરતાં આગામી વર્ષે હેલશિંકી ખાતે આયોજિત વિશ્વ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. ડો. ઉલ્લાસ સાંઠેએ ખૂબ જ અઘરી ગણાતી એવી 1.9 કિ.મી.ની દરિયાઇ તરણ સ્પર્ધા 47 મિનિટમાં પૂર્ણ કરી હતી. તેમજ 90 કિ.મી.ની સાયકલીંગ સ્પર્ધા 3 કલાક 41 મિનિટમાં રનિંગ 21 કિ.મી. 2 કલાક 58 મિનિટમાં મળી બે ટ્રાન્જીસન સમય સહિત 7 કલાક 41 મિનિટમાં સ્પર્ધાઓ પૂર્ણ કરી હતી અને આગામી વર્ષ હેલસીંકી ખાતે આયોજિત વિશ્વ ચેમ્પિયનશીપમાં ડાયરેકટ એન્ટ્રી મેળવી હતી.