Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરડૉ. સતિષચંદ્ર વ્યાસનો ભારતભરમાં બાઉલ સાથેનો 125મો કાર્યક્રમ

ડૉ. સતિષચંદ્ર વ્યાસનો ભારતભરમાં બાઉલ સાથેનો 125મો કાર્યક્રમ

બાઉલ બાદશાહ મધુસુદન બાઉલ બંગાળ દ્વારા બાઉલ નૃત્ય ગાન

- Advertisement -

મહારાષ્ટ્ર શાસન સાંસ્કૃતિક કાર્ય વિભાગ, મહારાષ્ટ્ર રાજય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ચીકુવાડી રેસિડેન્ટસ વેલફેર એસોસિએશન અને ફલુટ એન્ડ ફેધર ફાઉન્ડેશનના સહયોગથી ‘મસ્તરામ બાઉલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ પ્રસંગે તા. 6 જાન્યુઆરી 2024ના રોજ સાંજે 5-45 જોગર્સપાર્ક, ચીકુવાડી, બોરીવલી (પશ્ર્ચિમ)ખાતે આ કાર્યક્રમમાં વિખ્યાત બાઉલ મધુસુદન (બંગાળ) દ્વારા બાઉલ ગીતોનું ગાન થશે. સાથે-સાથે ગુજરાતી સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીતની જાણીતી ગાયિકા શ્રધ્ધા શ્રીધરાણી, ડૉ. સતિષચંદ્ર વ્યાસ દ્વારા કરાયેલા બંગાળી બાઉલ ગીતોનો ગુજરાતી સમગાની અનુવાદનું તેજ રાગ સુર અને તલમાં ગાયન કશે.

ઉપરાંત વિખ્યાત સાહિત્યકારોની ઉપસ્થિતિમાં આ ઉત્સવને નજરમાં રાખી બનાવેલી સ્મરણિકા ‘આમી કોથાઇ પોબા તારે’ નું વિમોચન અને વિતરણ કરવામાં આવશે. આ તકે મહારાષ્ટ્ર સરકારના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે. જામનગરના સાહિત્યકાર કવી સતિષચંદ્ર વ્યાસે બાઉલ પર ખૂબજ ઉડું સંશોધન કરેલું છે. ભારતભરમાં બાઉલ ભ્રમણ અને બાઉલ સાથેનો આ 125મો પ્રોગ્રામ છે.

- Advertisement -

આ કાર્યક્રમને મહારાષ્ટ્ર રાજય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યધ્યક્ષ સ્નેહલ મુઝમુદાર, સહનિર્દેશક અને સદસ્ય સચિવ સચિન નિંબાલકર, સી.આર. ડબલ્યુ.એ. ના અધ્યક્ષ સૂર્યકાંત ગાયકવાડ, સચિવ કિરણ મોટાણી, ફલુટ એન્ડ ફેધર ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડૉ. અનિલ કડકિયા મહેન્દ્ર કોઠારી અને સાહિત્યકાર કવી ડૉ. સતિષચંદ્ર વ્યાસ સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular