Sunday, December 22, 2024
Homeરાજ્યરાજસ્થાનના ડો. અર્ચનાની આત્મહત્યા સંદર્ભે ખંભાળિયા IMA દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ

રાજસ્થાનના ડો. અર્ચનાની આત્મહત્યા સંદર્ભે ખંભાળિયા IMA દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ

- Advertisement -

રાજસ્થાનના દૌસામાં ખાનગી પ્રેક્ટીસ કરતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. અર્ચના શર્માની હોસ્પિટલમાં લેબર પેઈન્સ સાથે એક પ્રેગ્નન્ટ લેડી એડમીટ થઈ. દર્દીને તાત્કાલિક લેબર રૂમમાં લઈ જવામાં આવ્યું. એટોનિક પોસ્ટ પાર્ટમ હેમરેજના કારણે પ્રસુતિ બાદ વ્યાપક રક્તસ્રાવ પછી સાધન અને તાત્કાલિક સારવાર છતાં પણ દર્દીનું મૃત્યુ નિપજ્યું હતું.

- Advertisement -

દર્દીના મૃત્યુને ‘એન્કેશ’ કરીને ડૉક્ટર પાસેથી કમ્પેન્સેશન કે પૈસા પડાવવાની આ કથિત રમતમાં નિષ્ણાંત હોય એવા લોકો મેદાનમાં આવ્યા. મૃતક મહિલાની અંતિમવિધિની તૈયારીઓ વચ્ચે પરીવારજનો મૃતદેહને ફરી એકવાર હોસ્પિટલ લઈ આવ્યા અને ડોક્ટર અર્ચનાને આ મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યા. એટલું જ નહીં, ડોક્ટર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં તેમણે સેક્શન 302 (મર્ડર ચાર્જીસ) હેઠળ ફરિયાદ નોંધાવી

બીજા દિવસે ડો. અર્ચનાએ આ સમગ્ર બાબત જાણી, મનોચિકિત્સક પતિની સમજાવટ અને પોતે નિર્દોષ હોવા છતાં પણ જેલ જવાની બીક અને બદનામીના ડરથી, 42 વર્ષીય ગાયનેકોલોજિસ્ટ અને બે માસુમ બાળકોની માતા ડો. અર્ચનાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

- Advertisement -

આ બનાવના સમગ્ર ભારત ભરના તબીબી આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ બનાવના વિરોધમાં ખંભાળિયા ડોક્ટર એસોસિએશન દ્વારા શનિવારે સાંજે જોધપુર ગેઈટથી નગર ગેઈટ ચોક સુધી કેન્ડલ માર્ચ દ્વારા રેલી કાઢી, વિરોધ કરવામાં આવ્યો હતો. ડો. અર્ચના શર્માને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ખંભાળિયા વિસ્તારના તમામ તબીબો જોડાયા હતા આ બાબતની વિસ્તૃત જાણકારી તબીબી એસો.ના પ્રમુખ ડો. નિસર્ગ રાણીંગા તથા સેક્રેટરી ડો .નીરવ રાયમગીયાએ આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular