Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજૂની પેઢીના સેવાભાવી તબીબ ડો. ચોકસીના નિધન બદલ શોક વ્યક્ત કરતા સાંસદ...

જૂની પેઢીના સેવાભાવી તબીબ ડો. ચોકસીના નિધન બદલ શોક વ્યક્ત કરતા સાંસદ પરિમલ નથવાણી

- Advertisement -

ખંભાળિયા પંથકના છેલ્લી આશરે અડધી સદી કરતા પણ વધુ સમયથી સેવાભાવી તબીબ તરીકે કાર્યરત તથા પ્રથમ હરોળનું નામ અને સ્થાન ધરાવતા ડોક્ટર નવનીતભાઈ ચોક્સી (ડો. એન.ડી. ચોક્સી)નું આજરોજ નિધન થતાં ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ ઊંડો શોક વ્યક્ત કરી કર્યો હતો.

- Advertisement -

ખંભાળિયામાં તબીબી વ્યવસાયને સેવાનું માધ્યમ ગણાવી અને લોકસેવા અને દર્દીઓની સેવા માટે સમર્પિત બની રહેલા ડોક્ટર એન.ડી. ચોકસીએ તેમના સચોટ નિદાનની સૂઝ વડે દર્દીઓ સાથે સમગ્ર વિસ્તારની જનતાના હૃદયમાં મુઠ્ઠી ઊંચેરું સ્થાન મેળવ્યું હતું. ડોક્ટર એન.ડી. ચોક્સીના નિધનથી ખંભાળિયાના તબીબી આલમ સાથે તેમની સાથે સંકળાયેલી વિવિધ ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓને પણ કદી પૂરી ન શકાય તેવી ખોટ પડી હોવાનો પ્રતિભાવ વ્યક્ત કરી, પરિમલભાઈ નથવાણીએ તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ડો. ચોકસી સાથે પારિવારિક નાતો ધરાવતા પરિમલભાઈ નથવાણીએ થોડા દિવસો પૂર્વે ડો. ચોકસીની નાદુરસ્ત તબિયત હોવાથી તેમની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular