જામનગરમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લાલ બંગલા સર્કલ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, જામનગર ગ્રામ્યના અધ્યક્ષ રમેશભાઈ તારપરા, જિલ્લા મંત્રી હેમતસિંહ જાડેજા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી, ઝાલા ભાઈ, બજરંગદળ સહસંયોજક ધ્રુમિલભાઈ લંબાટે, હિમાંશુભાઈ ગોસ્વામી, પ્રખંડ સંયોજક નિલેશભાઈ નકુમ, મહિલા વિભાગમાંથી જામનગર મહાનગર ના ઉપાધ્યક્ષ પ્રફુલ્લાબેન અગ્રાવત,માતૃશક્તિ પ્રાંત સહસયોજિકા હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહીની પ્રાંત ટોલીમાંથી કૃપાબેન લાલ, માતૃશક્તિ જામનગર સહસંયોજિકા ટીકુબેન અજા,ભાવનાબેન ગઢવી, દુર્ગાવાહિની માંથી જાનવીબેન સહિતના અગ્રણીઓ દ્વારા પુષ્પાહાર અર્પણ કર્યા હતા.