Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરસ્મશાન ચોકડી થી ગાંધીનગર સુધીના ડી.પી. રોડ મુદ્દે અગત્યની બેઠક

સ્મશાન ચોકડી થી ગાંધીનગર સુધીના ડી.પી. રોડ મુદ્દે અગત્યની બેઠક

અવાર-નવાર રજૂઆતો છતાં મહાનગરપાલિકા દ્વારા રોડ ચાલુ ન કરાયો : સોમવારે સાંજે બેઠકનું આયોજન

- Advertisement -

જામનગર શહેરના સ્મશાન ચોકડી થી ગાંધીનગર સુધીનો માર્ગ અંદાજે 30 ત્રીસેક વર્ષથી ડેવલપમેન્ટ પ્લાનમાં (ડી.પી.) રોડ મંજુર થઈ ગયેલ છે. જેની અમલવારી કરાવવા અવાર નવાર રજુઆતો પણ કરવામા આવેલ છે. તેમ છતા જામનગર મહાનગરપાલિકા દ્વારા કોઈપણ કારણસર આ રોડ ચાલુ કરવામાં આવતો નથી હાલ જામનગર શહેરમાં વધતા જતા ટ્રાફીક તથા આકાર લઈ રહેલ નવા ફલાય ઓવરબ્રિઝને ધ્યાને લઈ શહેરની ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે આ રોડ ચાલુ કરાવવો અતિ આવશ્યક બની રહેલ છે.

- Advertisement -

આ અંગે ચર્ચા વિચારણા કરી આગળની કાર્યવાહી કરવા તથા આ રોડ તાત્કાલીક ચાલુ કરાવવામા આવે તે માટે આગામી તા.14-03-2022 સોમવારના રોજ સાંજના 06.30 કલાકે સ્વામીનારાયણ નગર ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટના આશ્રમમા એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. આ બેઠકમાં સ્વામીનારાયણ નગર, હાલાર હાઉસ,નવાગામ ઘેડ, રામેશ્વરનગર, ગાંધીનગરના રહેવાશીઓને પધારવા તથા આ રોડ ચાલુ કરાવાવના કાર્યમાં સહભાગી થવા સ્વામિનારાયણનગર એરિયા હાઉસ ઓર્નર એસો.ના કેતન બદિયાણીની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular