દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જન્માષ્ટમી પર્વના ચાર દિવસો દરમિયાન પોલીસે શ્રાવણીયા જુગારની મોજ માણતાં જુગારીઓના રંગમાં ભંગ પાડયો હતો. પોલીસે જિલ્લાના ચારે ચાર તાલુકામાં જુદા જુદા 23 જેટલા સ્થાનોએ દરોડા પાડી મહિલાઓ સહિત 110 લોકોને પાના ટીંચતાં પકડી પાડયા હતાં. જ્યારે પોલીસની કાર્યવાહી દરમિયાન દોઢ ડઝન જેટલા શખ્સો નાશી છુટવામાં સફળ રહ્યાં હતાં. જો કે, પોલીસે આ તમામ સામે જુગારધારા અંતર્ગત ગુનાઓ નોંધી ફરાર થયેલા શખ્સોની પણ શોધખોળ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રાવણી જુગાર પર સ્થાનિક પોલીસે ઘોંસ બોલાવી શનિવારે એક દિવસમાં કુલ દસ સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં કુલ 45 શખ્સોને પકડી પાડયા હતા. આ દરોડા દરમિયાન નવ શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.
ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા ફારૂક અબ્બાસ ચમડીયા નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને ચલાવાતા જુગારના અખાડામાં પોલીસે અબ્બાસ અબ્દુલ ભગાડ, ઈરફાન ઈબ્રાહીમ સુંભણીયા, આદમ હુશેન સુંભણીયા, અકબર હારુન ગંઢાર, એલિયાસ અબ્બાસભાઈ ભાયા, હનીફ હુસેન સુંભણીયા અને હસન મામદ ભાયા નામના કુલ આઠ શખ્સોને રૂપિયા 10,220 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાંથી પોલીસે હિરેન જયસુખભાઈ સામાણી, દાના ભીખા ગમારા અને સમીર નજીર બનવા નામના ત્રણ શખ્સોને રૂપિયા 10,130 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ભાણવડથી આશરે 20 કિલોમીટર દૂર ગુંદલા ગામેથી રાત્રે બે વાગે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલા રત્ના ગોવિંદ છાટકા, ખીમા ગોવિંદ છાટકા, જગા ભોજા ટોરીયા અને મેરુ ભુરા ટોરીયા નામના ચાર શખ્સોને પોલીસે રૂપિયા 5,360 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
આ દરોડા દરમિયાન પુના પરબત ભૂંડીયા, માડવ પુના ટોરીયા, હમીર ભોજા ટોરીયા, ભાયા દેવશી ટોરીયા, રૈયા પેથા ટોરીયા અને વીરા આલા ટોરીયા નામના સાત શખ્સો ફરાર થઈ ગયા હતા.
જ્યારે ભાણવડ તાબેના રાણપર ગામેથી વાહીદ ઈસ્માઈલ લાખા, રામદે ચના કારાવદરા, હનીફ મુસા મુન્દ્રા અને શાહિદ વાહીદ લાખા નામના ચાર જુગાર રમતા રૂપિયા 4,670 ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ ગામેથી ટપુ બાબુ જાડેજા, બુધા નાથા લાડક, વિરમ બુધા લાડક અને બાબુ લાખા કારાવદરા નામના ચાર શખ્સો રૂ. 7,450 ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામ નજીક આવેલા કોઠાવિસોત્રી ગામેથી નારણ કાના ભાટુ, પ્રદીપ નગા ભાટુ, ખોડુ લાખા મકવાણા, દેવુ ભોજા ગોજીયા, કરસન નગા ભાટુ અને પરબત અરશી હરિયાણી નામના છ શખ્સોને સલાયા મરીન પોલીસે રૂપિયા 10,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
દ્વારકા તાબેના શિવરાજપુર વિસ્તારમાંથી ડુંગરભા રાયસંગભા નાયાણી, અરજણભા કમાભા નાયાણી, રાજાભા રાયમલભા ગીગલા અને પ્રવીણભા સતેયાભા નાયાણી નામના ચાર શખ્સોને રૂપિયા 14,030 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી લેવામાં આવ્યા હતા.
કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામેથી બ્રિજરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ હનુભા જાડેજા, લગધીરસિંહ પ્રભાતસિંહ જાડેજા, પરાક્રમસિંહ નિરુભા જાડેજા અને યુવરાજસિંહ દિલીપસિંહ જાડેજાને રૂપિયા 10,590 ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ ગામેથી પ્રતાપસિંહ રાશુભા જાડેજા, જયદીપસિંહ સતુભા, કુલદીપસિંહ કનુભા અને જયપાલસિંહ રણજિતસિંહ જાડેજાને રૂપિયા 5,060ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
જ્યારે કલ્યાણપુર તાલુકાના ચાચલાણા ગામે પોલીસે જુગાર દરોડો પાડી, જયસુખગર મોહનગર મેઘનાથી, કિશોરગર પ્રેમગર મેઘનાથી અને રમેશગર લખમણગર મેઘનાથી નામના ત્રણ શખ્સોને રૂપિયા 8,260 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન રમજાન ઇબ્રાહિમ અને બાબુ વિરમ સોલંકી નામના બે શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા આઠ સ્થળોએ સ્થાનિક પોલીસે મંગળવારે પાડવામાં આવેલા જુગાર દરોડામાં કુલ 36 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
ઓખામંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામેથી પોલીસે જીમલભા ઓઘડભા માણેક, રાજેશ નાથા મારુ, રાયમલભા ઓઘડભા ભઠ્ઠડ અને અલી અબ્બાસ રાજા નામના ચાર શખ્સોને રૂપિયા 18,580ના મુદ્દામાલ સાથે જ્યારે આ જ વિસ્તારમાંથી મનોજભા ભીમાભા ભઠ્ઠડ, માપભા રામભા ભઠ્ઠડ, નયનભા દેવુભા માણેક, પરાગ કાનજી મેયડા અને વનરાજભા નાથુભા ભઠ્ઠડ નામના પાંચ શખ્સોને રૂપિયા 3,580 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે ગોરીયારી ગામેથી રાહુલભા ભીખાભા માણેક, ભારાભા રામાભા ગાદ, ધર્મેન્દ્ર ભારાભા ભઠ્ઠડ અને રમેશભા ગગાભા માણેક નામના ચાર શખ્સોને રૂપિયા 5,220 ના મુદ્દામાલ સાથે, જ્યારે દેવપરા વિસ્તારમાંથી રાજાભા ખુરાભા માણેક, સવાભા રાયમલભા નાયાણી, સુમિતાભા માલાભા જડિયા, દેવુભા ટપુભા માણેક અને કાયાભા ગભાભા માણેક નામના પાંચ શખ્સોને રૂપિયા 15,730 ના મુદ્દામાલ સાથે મીઠાપુર પોલીસે પકડી પાડયા હતા.
જ્યારે દ્વારકા પોલીસે નાગેશ્વર રોડ પર બાવળની જાળીમાં બેસીને જુગાર રમતા ચંદુ માવજી કણજારીયા, જમન માધા પરમાર અને ચંદુ મઘા પરમારને રૂપિયા 11,980 ના મુદ્દામાલ સાથે જ્યારે વરવાળા ગામે સ્ટ્રીટલાઇટના અજવાળે વરલી મટકાનો જુગાર રમતા માઘા દેવજી ડાભીને ઝડપી લેવામાં આવ્યો હતો.
કલ્યાણપુર પોલીસે રુપામોરા વિસ્તારમાં જુગાર દરોડો પાડી, વિમલેશ ભોજા નનેરા, રમેશ જેરામ કારેણા, પુંજા આલા ચૌહાણ, જીવા પેથા સોલંકી, સુરેશ ખીમા પિપરોતર, લાલજી આલા ચૌહાણ, મના ભોજા નનેરા અને સોમા હમીર પરમાર અને દિનેશ નગા પિપરોતર નામના નવ શખ્સોને રૂપિયા 11,520ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.
આ ઉપરાંત કલ્યાણપુર ટાઉન વિસ્તારમાં સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા માલદે હીરા વાઘેલા, રાણા હીરા વાઘેલા, ભરત ડાયા પરમાર, કરસન મકન પરમાર અને દેવા મકન પરમાર નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, રૂપિયા 10,210 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દ્વારકાના ઘનશ્યામનગર વિસ્તારમાં સ્થાનિક પોલીસે શુક્રવારે રાત્રે દોઢ વાગ્યે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જયદીપ વિનોદભાઈ ઝાખરીયા, રોહિત સુરેશભાઈ ચૌહાણ, રાજેન્દ્રસિંહ વિજયસિંહ ઝાલા, શક્તિસિંહ રણજીતસિંહ સોઢા, કિશોર શાંતિલાલ ઠાકર, બે મહિલા સહીત કુલ સાત પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે રૂપિયા 52,540 રોકડા સહિત કુલ 1,33,040 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ઉપરાંત દ્વારકાના નરસંગ ટેકરી ટેકરી વિસ્તારમાંથી પોલીસે શુક્રવારે બપોરે પેથા ભીમા ચારણ, અને સંજય હરદાસ માતકા નામના શખ્સોને ગંજીપત્તા વડે જુગાર રમતા કુલ રૂ. 12,410 ના મુદ્દામાલ સાથે જ્યારે દ્વારકાના પંચકુઈ પાસેથી પોલીસે બાવળની ઝાડીમાંથી જુગાર રમી રહેલા કારાભા રાજપારભા માણેક અને પ્રતાપ ગાભાભાઇ તાવડી નામના બે શખ્સોને રૂપિયા 4,940ના મુદામાલ સાથે પકડી પાડયા હતા.
આ ઉપરાંત મીઠાપુર ટાઉન વિસ્તારમાંથી ધર્મેન્દ્ર જયંતીલાલ ઝાલા, હર્ષિત મુકેશભાઈ વાઘેલા, લખમણ જીવણ મકવાણા અને મેઘજીભા પુનાભા ડાંડેચા નામના ચાર શખ્સોને રૂપિયા 12,590ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામેથી શુક્રવારે સ્થાનિક પોલીસે જુગાર રમતા આનંદ લખમણ ચાવડા, કિશન માંડા ચાવડા અને મહેશ માંડણ ચાવડા નામના ત્રણ શખ્સોને રૂપિયા 4,040 ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રાત્રે સવા બે વાગ્યે સ્ટ્રીટલાઇટના અજવાળે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા મહેશ જીવા રાઠોડ, કેતન ભીખુ વાઘેલા, ભાવેશ જેઠા પાંડાવદરા અને લખુ વાલા બગડા નામના ચાર શખ્સોને ઓકે 10,320 ના મુદ્દામાલ સાથે જ્યારે કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે તેવી વિજય રાજશી ગોજીયા, સાજણ રામશી ગોજીયા અને રામશી લખુ ગોજીયાને પોલીસે 3,630ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા.
જ્યારે મીઠાપુર તાબેના આરંભડા ગામેથી માલદે બેચર વારસાકીયા, વિનોદ શ્રવણ લધા અને રામજી અરજણ કિશોર નામના ત્રણ શખ્સોને સાતમના રોજ રૂપિયા 12,760 ના મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડયા હતા. જ્યારે સોમવારે જન્માષ્ટમીના રોજ એકપણ ખેલાડી પોલીસ ચોપડે ઝડપાયા નથી.!!