Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતગીફટ સીટીને હવે ડબલ ડેકર બસની ગીફટ

ગીફટ સીટીને હવે ડબલ ડેકર બસની ગીફટ

- Advertisement -

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે નવી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસનું અનાવરણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

લંડનમાં જે રીતે બસ દેખાઈ છે તેવી જ ડબલ ડેકર બસ હવે ગુજરાતના માર્ગો પર દોડતી જોવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, તથા અધિકારીઓએ ગિફ્ટ સિટીથી સચિવાલય સુધીની સફર માણી હતી.
આ બસ એસી હોવા ઉપરાંત ઇલેક્ટ્રિક વેહિકલ છે અને આમાં મોબાઈલ ચાર્જિંગ યુનિટ પણ છે. પ્રારંભિક તબક્કે બે બસ સરખેજ અને ગિફ્ટ સિટી વચ્ચે દોડશે. અને આગામી સમયમાં ગુજરાતના અન્ય રૂટ પર પણ ઇલેક્ટ્રિક ડબલ ડેકર એસી બસનું સંચાલન થશે. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા આનું સંચાલન થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular