Friday, September 20, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં કોરોના + સ્વાઇનનો ડબલ એટેક

ગુજરાતમાં કોરોના + સ્વાઇનનો ડબલ એટેક

સાડા ત્રણ મહિના બાદ ગઇકાલે ગુજરાતમાં કોરોનાના નવા કેસનો આંકડો 100ને પાર : રાજયમાં સ્વાઇનફલુથી એક દર્દીનું મોત

- Advertisement -

ગુજરાતમાં કોરોનાની રફતાર ફરી વધવા લાગી છે. સાડા ત્રણ મહિના બાદ ગઇકાલે રાજયમાં કોરોનાના કેસનો આંકડો 100ને પાર કરી 111 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા બે વર્ષથી કોરોનાને હજુ નાથી શકાયો નથી. ત્યાં રાજયમાં સ્વાઇનફલુનો પગપેસારો શરૂ થઇ ગયો છે. ગુજરાતમાં સ્વાઇનફલુથી દેશનું પ્રથમ મોત નોંધાયું છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ દેશમાં હાલ સ્વાઇન ફલુના કુલ 20 કેસ નોંધાયા છે. તથા રાજયમાં 2016થી 20રર સુધીમાં સ્વાઇનફલુથી કુલ 739 લોકોના મોત થયા છે. આ વર્ષે ગુજરાતમાં નોંધાયેલા સ્વાઇનફલુના એકમાત્ર કેસમાં તે દર્દીનું મૃત્યુ થયું છે. આમ કોરોના સાથે સ્વાઇનફલુનો વાયરસ પણ સક્રિય બનતાં ગુજરાતમાં ડબલ એટેક જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

- Advertisement -

ગુજરાતમાં મંગળવારે 72 કેસ બાદ બુધવારે કોરોનાના 111 નવા કેસ નોંધાતા સંક્રમણ વધી રહ્યાનો સંકેત છે. રાજ્યમાં 97 દિવસ બાદ 100થી વધુ કેસો સપાટી પર આવ્યા છે. આ પહેલા ચાલુ વર્ષે 3 માર્ચના રોજ 128 કેસો પોઝિટિવ મળેલા, એ પહેલાં 4 માર્ચ 2022ના રોજ 96 કેસો નોંધાયા બાદ સતત કેસો ઘટી રહ્યા હતા. જોકે છેલ્લા સપ્તાહમાં કેસો વધી રહ્યાનું ચિત્ર ઉપસી આવ્યું છે. જેથી આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.

આજે 29 દર્દી સાજા થયા છે. સતત 31મા દિવસે એટલે કે એક મહિનાથી રાજ્યમાં દૈનિક મૃત્યુ આંક શૂન્ય રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ 50, વડોદરા 25, સુરત 10, રાજકોટ 9, ગાંધીનગર – વલસાડ 5, જામનગર 3, આણંદ 3, મહેસાણા – મોરબી 1 કેસ નોંધાયો છે. રાજયમાં એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી. જયારે 445 દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક 10944 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 1225698 પર પહોંચ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular