Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય2030 સુધીમાં ઘર-ઘર PNG

2030 સુધીમાં ઘર-ઘર PNG

12.5 કરોડ ઘરોમાં પાઈપલાઈન દ્વારા ગેસનો પુરવઠો પૂરો પડાશે : કેન્દ્રની તૈયારી

- Advertisement -

દેશમાં દરેક ઘર સુધી પાઇપ લાઈનથીપ્રાકૃતિક ગેસ પહોંચાડવાની યોજના પર રોકેટ ગતિએ કામ આગળ વધી રહ્યું છે. દેશમાં દરેક ઘર ઘર સુધી પીએનજી પહોંચાડવામાં ટોપ ટેન રાજયમાં ગુજરાત પ્રથમ નંબરે છે.

- Advertisement -

કેન્દ્ર સરકાર 2028 સુધી દેશના 630 જીલ્લામાંદરેક ઘર સુધી પાઇપ લાઈન દ્વારા ગેસ પહોંચડવાનાલક્ષ્ય પર કામ કરી રહી છે. દેશમાં 2030 સુહ્નદય 1205 કરોડ પીએનજી કનેક્શન હશે. વર્તમાનમાં 1 કરોડ 12 લાખ 13 હજાર 602 ઘરેલુ પીએન કનેક્શન ગુજરાતમાં છે. જયારે રાજસ્થાનમાં અંદાજે 2027 લાખ અને મધ્યપ્રદેશમાં 2.11 લાખ ઘરોનેગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકાર પાઇપ લાઈન દ્વારા પ્રાકૃતિક ગેસ કનેક્શન આપવા માટે નગર ગેસ વિતરણ નેટવર્ક વિકસિત કરી રહી છે. તેના માટે દેશમાં 33 હજાર 592 કિમિ પ્રાકૃતિક ગેસ પાઇપ લાઈન નેટવર્ક બનાવામાંઆવી રહ્યું છે. તેમાંથી 12,206 કિમિ લાઈનનું નિર્માણ કામ ચાલી રહ્યું છે.

- Advertisement -

રાજસ્થાનનામાટે મહેસાણા-ભટીંડા પાઇપ લાઈન મહત્વની છે. 1940 કિમી લાંબી લાઈનથીજયપુર, ઉદયપુર, ભીલવાડા, જોધપુર અલ્વર સહિત વધુ પડતા વિસ્તારોને ગેસ મળશે. 2011માં આ પાઇપ લાઈનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.હાલમાં 117 કિમિલાંબી લાઈનથીગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જીએસપીએલ ઇન્ડિયા ગેસનેટલિમિટેડ આ લાઈનના બાકી રહેલા કાર્યનેપૂર્ણ કરવા માટે 31 ડિસેમ્બર 2023 સુધીનો સમય માંગ્યો છે.

રાજસ્થાનમાં અંદાજે 87 લાખ પીએનજી કનેક્શનનું લક્ષ્ય છે. હાલમાં આ આંકડો 2 લાખ 27 હજાર પર પહોંચી ગયો છે. સૌથી વધુ કનેક્શન અજમેર, પાલીઅને રાજસમંદમાં1 લાખ 46 હજાર 697 કનેક્શન છે. 14 જિલ્લમાં શૂન્ય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular