જીએસટી હેઠળ કરદાતા ઇ-વે બિલમાં બનાવવામાં ભૂલ કરશે તો તેના પર લાગતા દંડની રકમ 100 ટકાથી વધારીને 200 ટકા કરવામાં આવી છે. અગાઉ ઇ-વે બિલમાં ભૂલ થાય તો કરદાતાને ટેક્સની રકમ જેટલો દંડ ભરવાની જોગવાઈ હતી. પરંતુ નવા નિયમ પ્રમાણે ટેક્સ ઉપરાંત ટેક્સની રકમના 200 ટકા જેટલો દંડ ભરવો પડશે.
નવા નિયમ પ્રમાણે જો કરદાતાએ ફરજિયાત પ્રમાણે દંડ ભરીને જ માલ છોડાવો પડશે. હવેથી બેન્ક ગેરંટી કે સર્ટિફિકેટ આપીને માલ છોડાવી શકાશે નહીં. વધારામાં જો સાત દિવસમાં કરદાતા કોઇ કાર્યવાહી ન કરે તો અધિકારીઓ દંડની આકારણી કરતો આદેશ પાસ કરી દેશે. તેમજ ઓર્ડર પાસ કર્યાના સાત દિવસમાં દંડની રકમ કરદાતા ન ભરે તો તેમના માલને જપ્ત કરીને હરાજી કરી દેવામાં આવશે. આમ હવે કરદાતાનો એકવાર માલ પકડાય તો 14 દિવસમાં દંડ ભરીને માલ છોડાવો પડશે નહીંતર માલની હરાજી કરી દેવામાં આવશે.
વધારામાં જો માલનો માલિક માલ છોડાવા હાજર ન થાય અને ટ્રાન્સપોર્ટર હાજર થાય તેવા કિસ્સામાં ટ્રાન્સપોર્ટરે માલની કિંમતના 50 ટકા દંડ તરીકે ભરવા પડશે.
આમ હવે કરદાતાઓ દ્વારા કોઇ ભૂલ થાય અને ઇ-વે બિલમાં માલ પકડાય તો કરદાતાએ દંડના 200 ટકા દંડ ભરવો પડશે. આ આકરી જોગવાઇના કારણે કરદાતાઓ દ્વારા નાની મોટી એન્ટ્રી ભૂલ થવાના કારણે કરદાતાને આકરા દંડની જોગવાઇ લાગુ પડશે.