Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરશું આપની પાસે ‘ઘર નું ઘર નથી’..? તો આ સમાચાર આપના કામના...

શું આપની પાસે ‘ઘર નું ઘર નથી’..? તો આ સમાચાર આપના કામના છે…

- Advertisement -

જામનગર મહાપાલિકા પોલીસ હેડકવાર્ટર પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આર્થિક રીતે પછાત લોકો માટે 544 આવાસનું નિર્માણ કરવા જઇ રહી છે. આ આવાસ યોજનામાં 2BHK ફલેટ સાડા પાંચ લાખ રૂપિયામાં મેળવવા માટેના ફોર્મનું વિતરણ 18 જુનથી શરૂ કરવામાં આવશે. મહાપાલિકાના જણાવ્યા અનુસાર પાર્ક કોલોની જોગસપાર્ક પાસે આવેલી એચડીએફસી બેંકની મુખ્ય બ્રાન્ચમાંથી આ આવાસ યોજના માટેના ફોર્મ 18 જુનથી 20 જુલાઇ સુધી મેળવી શકાશે અને ફોર્મ ભરીને આ સમય ગાળા દરમ્યાન પરત કરી શકાશે. જે લોકોની વાર્ષિ આવક રૂા.3 લાખ સુધીની હોય તેવા આર્થિક પછાત ઘર વિહોણા લોકો આ યોજનામાં ઘરનું ઘર મેળવવા માટે અરજી કરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular