Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતબોર્ડ પરીક્ષામાં ભૂલથી પણ હોલ ટિકીટ લઇ જવાનું ભૂલતા નહીં

બોર્ડ પરીક્ષામાં ભૂલથી પણ હોલ ટિકીટ લઇ જવાનું ભૂલતા નહીં

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હોલ ટિકીટને લઈને કડક નિર્દેશ આપ્યા છે. જેમાં પરીક્ષા વખતે વિદ્યાર્થીઓએ ફરજિયાત હોલ ટિકીટ લઈને જ પરીક્ષા ખંડમાં પ્રવેશ કરવાનો રહેશે. હોલ ટિકીટ વગર કોઈ પણ વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આમ, પરીક્ષા વખતે જો કોઈ વિદ્યાર્થી હોલ ટિકીટ વગર પરીક્ષા કેન્દ્ર પર પહોંચશે તો તેને પરીક્ષા માટે વર્ગખંડમાં પ્રવેશ મળશે નહીં અને વિદ્યાર્થીને પરીક્ષાથી વંચિત રહેવાનો વારો આવશે. જેથી 14 માર્ચથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં હોલ ટિકીટને લઈને વિદ્યાર્થીઓએ ભૂલથી પણ ભૂલ ન થાય તેની તકેદારી રાખવી પડશે.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષા 14 માર્ચથી લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટેની હોલ ટિકીટ બોર્ડ દ્વારા ઈશ્યુ કરી દેવામાં આવી છે. જોકે, હવે બોર્ડ દ્વારા હોલ ટિકીટને લઈને કડક નિર્દેશ આપ્યા છે. જેમાં માર્ચ-2023ની ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહ તથા ધોરણ-12 સાયન્સની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ ફરજિયાત હોલ ટિકીટ લઈને જ ઉપસ્થિત રહેવાનું રહેશે. હોલ ટિકીટ જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થવાનો મુખ્ય આધારભૂત દસ્તાવેજ છે, જેથી હોલ ટિકીટ વગર પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કર્યો છે. જેમાં જણાવાયું છે કે, ધોરણ-10 અને 12ની પરીક્ષા સાથે સંકળાયેલા હોલ ટિકીટની બાબતની ગંભીરતાપુર્વક નોંધ લઈ શાળા કક્ષાએ આચાર્ય, પરીક્ષા આપનાર વિદ્યાર્થીને જાણ થાય અને કોઈ પણ ઉમેદવાર હોલ ટિકીટ વગર પરીક્ષા સ્થળ પર ન જાય તેવી સુચનાઓ આપવા માટે તાકીદ કરાઈ છે. જેથી આગામી પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત હોલ ટિકીટ લઈને જ પરીક્ષા કેન્દ્ર પર જવાનું રહેશે.

- Advertisement -

3 એપ્રિલથી લેવાશે ધો. 3 થી 8ની પરીક્ષા

રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-3થી 8માં 3 એપ્રિલથી દ્વીતીય સત્રાંત કસોટી લેવામાં આવશે. ગુજરાત શૈક્ષણિક સંસોધન અને તાલીમ પરિષદ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ ધોરણ-3થી 5ની પરીક્ષા 3 એપ્રિલથી શરૂ થશે અને 11 એપ્રિલના રોજ પુર્ણ થશે. જ્યારે ધોરણ-6થી 8ની પરીક્ષા 12 એપ્રિલથી શરૂ થશે અને 21 એપ્રિલના રોજ પુર્ણ થશે. રાજ્યની તમામ સ્કૂલોએ સમાન સમયપત્રકના આધારે પરીક્ષા યોજવાની રહેશે. દ્વીતીય સત્રાંક કસોટી માટે નવેમ્બર-2022થી માર્ચ2-2023 સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. પરીક્ષા માટે ખાનગી સ્કૂલો પોતાની રીતે પ્રશ્નપત્ર તૈયાર કરી શકે છે, પરંતુ તેમણે સમાન સમયપત્રકનું પાલન કરવાનું રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મુલ્યાંકન માટે દ્વીતીય સત્રાંક પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા 3 એપ્રિલથી શરૂ કરવામાં આવશે અને 21 એપ્રિલના રોજ પરીક્ષા પુર્ણ થશે. સમગ્ર રાજ્યમાં એકસુત્રતા જળવાય તે માટે સમાન સમયપત્રક અનુસાર પરીક્ષા લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular