આજકાલનો ટ્રેન્ડ ‘રાત કો બારા બજે દિન નિકલતા હૈ’ જેવો ચાલી રહ્યો છે. લોકો રાત્રે મોડા સુવે છે અને સવારે મોડા ઉઠે છે. જેને પરિણામે રોજીંદા કામો પણ માંડમાંડ પુશ થાય છે. ત્યારે શું તમારી સાથે પણ આવું થાય છે કે તમે ઉઠીને માર્કેટમાં પહોંચો છો ને ત્યાં લંચ ટાઈમ બ્રેક પડી થાય છે…. તો ચાલો જાણીએ કેટલીક ટીપ્સ જેનાથી તમારી આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકાશે.

મોટાભાગે સવારે વહેલા ઉઠવામાં લોકોને આડસ થતી હોય છે. તો વળી ઘણાં લોકો માટે તો સવારે વહેલું જાગવુ એ એક ટાસ્ક સમાન છે જેને પરિણામે આખા દિવસની દિનચર્યા બગડે છે. જેના માટે તમારે થોડા ફેરફારો કરવાની જરૂર છે.
સ્વસ્થ રહેવા માટે ચોકકસ સમયે સુવુ અને જાગવુ મહત્વપુર્ણ છે. જેથી તમારો સુવાનો ચોકકસ સમય નકકી કરો અને શરીરને 7-8 કલાકની ઉંઘ મળી રહે તે મુજબનો સમય નકકી કરો.
મોટાભાગના લોકો સાથે આવું થતું હોય છે કે તેઓ વહેલા ઉઠવા એલાર્મ સટ કરે છે પરંતુ એલાર્મ વાગતા તે બંધ કરી ફરી સુઈ જાય છે. તો હવેથી તમારો એલાર્મ થોડો દૂર રાખો જેથી તે બંધ કરવા માટે તમારે ઉઠવું પડે અને જેથી તમે ઉંઘમાં એલાર્મ બંધ કરવાના બદલે જાગીને ઉભા થઈને એલાર્મ બંધ કરવા જવાથી ઉંઘ ઉડી જશે.
બીજી એક મહત્વની પ્રોબ્લેમ જે નાના મોટા સહુએ બદલવાની જરૂર છે જે છે સ્ક્રીન ટાઈમ. મોટાભાગના લોકો રાત્રે સુતા પહેલાં ટીવી કે મોબાઇલ જોતા હોય છે જેનો વાદળી પ્રકાશ તમારી ઉંઘની ગુણવતાને અસર કરે છે.માટે રાત્રે સુવાના સમય કરતા ઓછામાં ઓછા એક કલાક પહેલાં ઇલેકટ્રીક ઉપકરણનો ઉપયોગ બંધ કરો જેથી ઉંઘની ગુણવતા સુધરે અને પુરતી ઉંઘ થવાથી સવારે સમયસર જાગી શકાય.
આખા દિવસનો થાક માણસ પલંગ પર સુતા જ ઉતારે છે ત્યારે તમારો રૂમ શાંત અને આરામદાયક હોય તે વધુ જરૂરી છે. રૂમમાં હંમેશા મંદ પ્રશાશ અથવા તો નાઈટ લેમ્પનો ઉપયોગ કરવો જોઇએ જે તમને આરામદાયક ઉંઘ પ્રદાન કરે છે.
આમ શરીરને યોગ્ય ઉંઘ અને આરામ મળી રહેતા તે આપોઆપ સવાર પડતા એનરજેટીક મોડમાં આવી જાય છે જો આ મુજબની ટીપ્સ ફોલો કરવામાં આવે તો તમારો દિવસ મોટો બની જશે અને દિવસના મોટાભાગના કામોને તમે આરામથી પુરા કરી શકો છો.
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો.)