Friday, December 12, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાના સેવાભાવી દાતાની ગોવાના મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

ખંભાળિયાના સેવાભાવી દાતાની ગોવાના મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કનકસિંહ પ્રભાતસિંહ જાડેજાએ તાજેતરમાં ગોવા ખાતેની તેમની મુલાકાતમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણાઓ કરી હતી.

- Advertisement -

ખંભાળિયા પંથકના ક્ષત્રિય આગેવાન અને રક્તદાન કેમ્પ તથા શિક્ષણને લગતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર રહેતા અને સહયોગ આપતા કનકસિંહ જાડેજાની આ શુભેચ્છા મુલાકાત બદલ ગામના ઉપસરપંચ રાજુભાઈ ભીમાભાઈ સરસિયા (જિલ્લા ભાજપ મંત્રી) અને દાતા ગામના સરપંચ ગાયત્રીબા શિવુભા જાડેજા તથા ગ્રામજનો દ્વારા કનકસિંહ જાડેજાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular