જામનગર શહેરે આજે એક વિશેષ પળોનો અનુભવ કર્યો, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ જામનગરના ખાસ મહેમાન તરીકે આવ્યા હતા. તેઓ અંબાણી પરિવારના આમંત્રણ પર જામનગર પહોંચ્યા હતાં
જુનિયર ટ્રમ્પે અનંત અંબાણી સાથે વિશેષ મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેઓ પ્રકૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા અદભૂત સ્થળ વનતારા ની મુલાકાતે ગયા. અહીં તેમણે વિવિધ પ્રાણી–સંગ્રહ, કુદરતી સૌંદર્ય અને અંબાણી પરિવારના વિઝનને નજીકથી અનુભવ્યું. વન તારા ખાતેની સફરે તેમને પ્રકૃતિ પ્રત્યેની ભારતીય સંસ્કૃતિની ઊંડાણપૂર્વકની ઝલક આપી હતી.
તે પછી જુનિયર ટ્રમ્પે વનતારા પાસે આવેલા મંદિરોએ પણ મુલાકાત લીધી હતી. અને તેમણે શાંતિ તથા આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો હતો. ગણપતિ મંદિર સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજા–અર્ચના કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.
View this post on Instagram
આ સમગ્ર પ્રવાસ દરમિયાન જુનિયર ટ્રમ્પ અત્યંત પ્રભાવિત દેખાયા હતા. ભારતીય પરંપરા, અતિથ્ય અને આધ્યાત્મિક વાતાવરણને તેમણે અનોખો અને સ્મરણિય અનુભવ ગણાવ્યો.


