Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર સહિતની તમામ શાળા-કોલેજોમાં RTPCR ટેસ્ટ માટે ઉભાં થશે ડોમ

જામનગર સહિતની તમામ શાળા-કોલેજોમાં RTPCR ટેસ્ટ માટે ઉભાં થશે ડોમ

- Advertisement -

રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં સરકાર દ્વારા તબક્કાવાર શાળા-કોલેજોમાં શિક્ષણ શરૂ કરવા સરકારમાં આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટની પદ્ધતિ અપનાવી છે. ત્યારે સરકારે એક પરિપત્ર પણ જારી કરીને સ્કૂલ અને કોલેજમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની વ્યવસ્થા કરવા સ્થાનિક તંત્રોને આદેશ કર્યો છે.

શાળા કોલેજો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં કોરોના ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સંસ્થાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ કરવાની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય અધિકારીઓને સૂચના અપાઈ છે. અમદાવાદ શહેરમાં જે શિક્ષણ સંસ્થા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરવામાં આવશે. તેઓને કોર્પોરેશન દ્વારા ટેસ્ટ ડોમ ઉભા કરવામાં આવશે. હાલમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ટેસ્ટ ડોમ ઊભો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના ટેસ્ટિગની કાર્યવાહી 39 સ્થળોએ શરૂ કરવામાં આવી રહી છે. કોમ્પ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે આરટીપીસીઆર ટેસ્ટની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ શહેરમાં રોજના આરટીપીસીઆર 5500 ટેસ્ટ થઈ રહ્યા છે. એએમસીની અને ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટિગ કરવામાં આવી રહ્યા છે. અર્બન હેલ્થ સેન્ટરમાં અંદાજે 2000 એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular