Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsડોલરમાં મજબૂતી, ફુગાવાની વધતી જતી ચિંતા અને નાણાકીય નીતિ વધુ કડક બનાવવાની...

ડોલરમાં મજબૂતી, ફુગાવાની વધતી જતી ચિંતા અને નાણાકીય નીતિ વધુ કડક બનાવવાની શક્યતાને પગલે ભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલીનો માહોલ…!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૫.૨૦૨૨ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૪૪૭૦.૬૭ સામે ૫૪૩૦૯.૩૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૨૨૬.૩૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૩૦.૬૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૫.૮૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૩૬૪.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૨૯૮.૮૫ સામે ૧૬૨૬૩.૩૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૨૦૯.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૧.૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૬.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૨૨૨.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. મજબૂત ડોલર, ફુગાવાની વધતી જતી ચિંતા અને નાણાકીય નીતિ વધુ કડક બનાવવાની શક્યતાને પગલે ચારેબાજુથી વેચવાલી નીકળતા ભારતીય શેરબજારમાં ઘટાડો યથાવત રહ્યો હતો. યુક્રેન – રશીયા વોરના ચાલતાં જીઓ – પોલિટીકલ ટેન્શન ફરી વધતાં અને સપ્લાય ચેઈન ખોરવાઈ રહી હોઈ વિશ્વભરમાં ફુગાવાની સ્થિતિ વધુને વધુ કથળી રહી હોવા સાથે સેન્ટ્રલ બેંકોએ વ્યાજ દરો વધારતાં વૈશ્વિક બજારોમાં લિક્વિડીટી પર અસર પડી રહી હોઈ આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં અફડાતફડીના અંતે શેરોમાં વેચવાલી જોવા મળી હતી. આ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના ત્રિમાસિક પરિણામોની સીઝનમાં ગત સપ્તાહના અંતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અપેક્ષાથી સાધારણ રિઝલ્ટ જાહેર થતાં સતત બીજા દિવસે રિલાયન્સ પાછળ ફંડોએ આરંભથી જ ઓફલોડિંગ કરતાં અને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત મોટી વેચવાલીએ ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

રૂપિયાની નબળાઇ, સમગ્ર વિશ્વમાં વ્યાજ દરમાં વધારો અને ચીનમાં લોકડાઉન જેવી ચિંતાઓને પગલે ભારતીય શેરબજારે ઘટાડાનો દોર ચાલુ રહ્યો છે. મેટલ, યુટિલિટીઝ, પાવર, રિયલ્ટી, બેઝિક મટિરિયલ્સ અને એનર્જી શેરોમાં ઓફલોડિંગ સાથે ઈન્ડેક્સ બેઝડ  બે-તરફી અફડાતફડીના અંતે બીએસઇ સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૭૬ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે રૂ.૩.૪૯ લાખ કરોડ ઘટીને રૂ.૨૪૮.૪૨ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેન્કેક્સ, ફાઈનાન્સ અને એફએમસીજી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૮૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૯૧ અને વધનારની સંખ્યા ૮૭૦ રહી હતી, ૧૨૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા…. મિત્રો, રશિયા – યુક્રેનના યુદ્ધથી સર્જાયેલા ભૂ-રાજકીય તણાવ અને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલીથી ભારતીય શેરબજારમાં મોટી અફરા-તફરીનો માહોલ છે અને તેની અસરે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નવો મૂડીપ્રવાહ એપ્રિલમાં માસિક તુલનાએ ૪૪% ઘટીને ત્રણ મહિનાના તળિયે ઉતરી ગયો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના આંકડા મુજબ એપ્રિલમાં ઇક્વિટી ફંડ્સ અને ઇક્વિટી લિંક્ડ સ્કીમમાં રૂ.૧૫૮૯૦.૩ કરોડનું ચોખ્ખું નવુ રોકાણ આવ્યુ છે, જે સતત ૧૪માં મહિને નેટ ઇનફ્લો દર્શાવે છે. અલબત્ત તે માર્ચ-૨૨ના રૂ.૨૮,૪૬૩કરોડના નેટ ઇનફ્લો તુલનાએ ૪૪% ઓછુ છે જો કે એપ્રિલ-૨૧ના રૂ. ૩૪૩૭.૩૭ કરોડ કરતા વધારે લગભગ પાંચ ગણું છે. માર્ચમાં રિબાઉન્ડ થયા બાદ એપ્રિલ દરમિયાન ભારતીય શેરબજારમાં મોટી વધ – ઘટ જોવા મળી હતી, જેમાં બેન્ચમાર્ક સેન્સેક્સ ગત મહિને ૩.૭% અને નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ ૩.૨% તૂટ્યા હતા.

ઇક્વિટી ફંડ્સમાં ભલે નવો મૂડપ્રવાહ ઘટ્યો હોય પરંતુ તમામ સેગમેન્ટમાં પોઝિટિવ ઇનફ્લો જોવા મળ્યો છે. જેમાં સ્મોલકેપ સેગમેન્ટમાં સૌથી વધુ જ્યારે લાર્જકેપમાં સૌથી ઓછુ નવુ રોકાણ આવ્યુ છે. ડેટ ફંડ્સમાં માર્ચના રૂ.૪૪,૬૦૩ કરોડના આઉટફ્લો બાદ એપ્રિલમાં રૂ.૨૮,૭૩૧ કરોડનું નવુ રોકાણ જોવા મળ્યુ છે. આ સાથે સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ્સ ઉદ્યોગની કુલ એયુએમ એટલે કે સંપત્તિ વધીને રૂ.૩૮.૮૮ લાખ કરોડની રેકોર્ડ ઉંચાઇએ પહોંચી ગઇ છે જે માર્ચમાં રૂ.૩૭.૭ લાખ કરોડ નોંધાઇ હતી. ફોરેન ફંડો સતત વેચવાલી કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક ફંડો અને રોકાણકારોના મૂડી પ્રવાહ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૧.૦૫.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૦.૦૫.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૨૨૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૦૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૬૦૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૨૭૨ પોઈન્ટ થી ૧૬૩૦૩ પોઈન્ટ, ૧૬૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૦૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૦.૦૫.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૪૪૮૯ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૩૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૫૭૫ પોઈન્ટ થી ૩૪૬૩૬ પોઈન્ટ, ૩૪૮૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં ૩૪૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૨૪૭૦ ) :- રિફાઇનરીઝ & માર્કેટિંગ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૪૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૪૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૪૯૪ થી રૂ.૨૫૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૫૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • કોટક બેન્ક ( ૧૭૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૫૫૬ ) :- રૂ.૧૫૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૧૭ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૭૩ થી રૂ.૧૫૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • સન ફાર્મા ( ૮૬૨ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૭૬ થી રૂ.૯૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૪૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૭૧૯ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૦૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ – સેલ્યુલર સર્વિસીસ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૨૪ થી રૂ.૭૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • એચડીએફસી લિમિટેડ ( ૨૨૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હાઉસિંગ ફાયનાન્સ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૨૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૨૧૯૦ થી રૂ.૨૧૭૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસીસી લિમિટેડ ( ૨૧૯૫ ) :- રૂ.૨૨૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૨૨૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૨૧૮૦ થી રૂ.૨૧૬૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ઈન્ડીગો ( ૧૬૯૫ ) :- એરલાઇન સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૭૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૬૭૭ થી રૂ.૧૬૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • એચડીએફસી બેન્ક ( ૧૩૨૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૩૦૩ થી રૂ.૧૨૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • લુપિન લિમિટેડ ( ૭૧૪ ) :- રૂ.૭૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૯૬ થી રૂ.૬૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular