Wednesday, January 15, 2025
HomeવિડિઓViral Videoશાહી અંદાજમાં શ્વાને કરી ભેંસ પર સવારી - VIDEO

શાહી અંદાજમાં શ્વાને કરી ભેંસ પર સવારી – VIDEO

- Advertisement -

ભારત એવો દેશ છે કે જ્યાં વસુધૈવ કુટુંબકમમાં લોકો માને છે. પુરો વિશ્વ એ મારો પરિવાર છે. ત્યારે જ તો ભારતમાં પશુ પક્ષીઓને પણ આરામથી હરવા ફરવાની છુટ જોવા મળે છે. ત્યારે દરેક વિસ્તારના રક્ષક એવા શ્વાનની વાત કરીએ તો તાજેતરમાં જ શ્વાનના સ્વેગનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં શ્વાન શાહી અંદાજમાં ભેંસ પર સવારી કરતો નજરે ચડે છે.

- Advertisement -

સામાન્ય રીતે આપણે ઘણી વખત રોડ રસ્તાઓ પર પશુઓ જોયા હશે. ગાય, ભેંસ, શ્વાન વગેરે અવાર-નવાર રસ્તા પર જોવા મળે છે. ત્યારે શું તમે કોઇ ભેંસ અને શ્વાનની દોસ્તી વિશે કયારેય સાંભળ્યું છે?? સોશિયલ મીડિયાના એકસ પ્લેટફોર્મ પર @AMAZlNGNATURE નામના એકાઉન્ટ પર થી ભેંસ અને શ્વાન ની દોસ્તીનો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જે વીડિયોમાં શ્વાન ભેંસની પીઠ પર એકદમ જ અલગ અંદાજમાં શાનદાર રીતે બેલેન્સ બનાવીને ઉભો છે અને ભેંસ રસ્તા પર શ્વાનને પીઠ પર બેસાડીને ચાલી રહી છે. આ એક ફની વીડિયો છે. પરંતુ સાથે સાથે લોકોને ભેંસની પીઠ પર સવારી કરી રહેલા શ્વાનનો સ્વેગ કંઇક અલગ જ લાગે છે. તેને જોઇને એકવાર એવું કહેવાય જાય કે વાહ શું શાનદાર સવારી છે અને આ વીડિયો ભેંસ અને શ્વાનની દોસ્તીને લઇને લોકોએ ખૂબ પસંદ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular