રાજયમાં તબીબી શિક્ષણ આપતા ડૉકટરોની પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતાં રાજયના ડૉકટરો સાથે જામનગર મેડિકલ કોલેજના ડૉકટરો પણ આજે હડતાલ પર ઉતર્યા છે.
જામનગર મેડિકલ કોેલેજ કેમ્પસમાં ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના નેજા હેઠળ ડૉકટરોએ પોતાની માંગણીઓના બેનરો સાથે ધરણાં પ્રદર્શન કર્યું હતું. ડૉકટરો ડીએ અને ડીપી મર્જર અંગે હાઇકોર્ટના ચૂકાદાનો અમલ ઇચ્છી રહયા છે. ઉપરાંત યુજીસી મુજબ ઉચ્ચ પગાર ધોરણ સાથે પદ આપવાની માંગણી પણ કરવામાં આવી છે. તથા બે કે તેથી વધારે વર્ષની એડહોક સેવા આપતા શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે તેમની સેવા નિયમિત કરી તબીબોએ આજે શાંતિપૂર્ણ દેખાવો યોજયા હતા.