જામનગર સહિત ગુજરાતભરમાં ડોકટરોની હડતાલ ચાલી રહી છે. જેના પગલે ચાર દિવસથી આરોગ્ય સેવાઓ ઠપ્પ થઇ છે. આજે ડોકટરોની હડતાલના પાંચમા દિવસે જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબો દ્વારા માનવતાં સાથે મદદના વિચારથી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
જામનગરમાં તબીબો દ્વારા વિવિધ પડતર માગણીઓને લઇને હડતાલ ચાલી રહી છે. છેલ્લા ચાર દિવસથી તબીબોની હડતાલને પગલે આરોગ્ય સેવાઓ ઠપ્પ થતાં દર્દીઓ પરેશાન થયા છે. ત્યારે આજરોજ ડોકટરોની હડતાલના પાંચમા દિવસે તબીબો દ્વારા ચક્ષુદાન અને દેહદાનના સહમતિપત્ર ભરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ડો. અજય તન્ના, ડો. નલીની આનંદ, ડો. અમરીશ મહેતા, ડો. દિપેશ પરમાર, ડો. રાધા દાસ સહિત અંદાજિત 150 જેટલા તબીબોએ મૃત્યુ બાદ લોકોને ચક્ષુદાન અને દેહદાનના સહમતિપત્ર મદદ માટે સંકલ્પ કર્યો હતો.