જામનગર સહિત રાજ્યભરમાં તબીબો દ્વારા વિવિધ માગણીઓને લઇને હડતાલ ચાલી રહી છે.
આજે વિશ્વ આરોગ્ય દિને રાજ્યભરમાં ચાલતી ડોકટરોની હડતાલ ચોથા દિવસમાં પ્રવેશી છે. ત્યારે આજરોજ જામનગર જી.જી. હોસ્ટિલમાં તબીબી શિક્ષકો દ્વારા ઓપરેશનો બાજુએ મૂકી હવન યોજ્યો હતો. એક તરફ તબીબો જીદ ઉપર છે તો બીજીતરફ સરકાર પણ તબીબોને ગાઠતી ન હોય, દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તબીબોની હડતાલને પગલે સરકારી હોસ્પિટલોમાં સર્જરી અટકી જતાં દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આજે ચોથા દિવસે તબીબો દ્વારા હોસ્પિટલ છોડી હવનમાં ઉપસ્થિત રહ્યાં હતાં. દર્દીઓ પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે તબીબો દર્દીઓને ભગવાન ભરોસે છોડી હડતાલ કરી રહ્યાં છે અને આજે હવન યોજી ઓપરેશનો બાજુએ મૂકી હવનમાં આહુતિ આપી હતી.