જંકફુડ એટલે બહારની તળેલી, પ્રોસેસ્ટ ખાદ્ય પદાર્થો જેમ કે વેફર, ચીપ્સ, પીઝા, બ્રેડ, સોડા, કુકીશ, જ્યુસ, કોલ્ડ્રીંકસ વગેરે આપણે ઘણીવાર સાંભળ્યું છે કે જંકફુડ ખાવુ શરીર માટે કેટલું હાનિકારક છે. પરંતુ, બધુ જાણવા છતાં આપણે જંકફુડ છોડી નથી શકતા શું તમે પણ જંકફુડ છોડવા માગો છો ? તો ફોલો કરો આ ટિપ્સ..
જંકફુડ અઠવાડિયામાં એક કે બે વખત ખાવું ઠીક છે પરંતુ રોજબરોજ ખાવું ઠીક નથી. રોજબરોજ આવી વસ્તુઓ ખાવી તંદુરસ્તી માટે હાનિકારક છે. તેનાથી મોટાપા અને દિલની બીમારીની તકલીફો થઈ શકે છે. ત્યારે આદતથી મજબુર ઘણી વખત આપણે ન ઈચ્છવા છતાં જંકફુડ ખાઈ લેતા હોય છીએ ત્યારે ડાયટીશિયન એકતા સીંધવાલે એવી ટિપ્સ શેર કરી જેનાથી આપણને જંકફુડ છોડવામાં આસાની રહેશે.
ઘરે અને હાથથી બનાવેલી વાનગી ખાવાનો આગ્રહ રાખવો કારણ કે જ્યારે આપણે ાથથી વાનગી નાવીએ છીએ તો વધુ પડતા તેલ મસાલાનો વપરાશ થતો નથી અને વસ્તુઓ પણ ચોખ્ખી વપરાય છે.
એકદમ સ્ટ્રીકટ ડાયેટ ફોલો ના કરવી જોઇએ ઘણી વખત જોશજોશમાં આહાર ઓછો કરીને સ્ટ્રીકટ ડાયેટ ફોલો કરે છે. પરંતુ તેનાથી થોડો સમય પછી ખૂબ ભુખ લાગે છે અને ત્યારે ઘરના ભોજનના બદલે બહારનું તીખુ તળેલું ખાવાનું મન કરે છે.
ભોજનમાં પ્રોટીન અને ફાયબરનું પ્રમાણ વધુ હોવું જરૂરી છે. કારણ કે પ્રોટીન અને ફાયબરને પચવામાં વાર લાગે છે અને તેનાથી પેટ ભરેલું ભરેલું લાગે છે. અને ભુખ ઓછી લાગે છે. પ્રોટીનયુકત આહાર દુધ, સોયાબીન, કઠોળ, પનીર વગેરે લેવું હિતાવહ છે. જ્યારે ફાઇબર માટે દાલ, ચના, મીલેટસ વગેરે પણ લેવું જોઇએ.
વધુ સ્ટ્રેસ ન લેવું જ્યારે વધુ સ્ટ્રેસ આવે છે ત્યારે શરીરમાંથી કોરટીસોલ હોર્મોન રીલીસ થાય છે જ્યારે કોરટેસોલનું લેવલ વધે છે ત્યારે ભૂખ પણ વધે છે. આ ભુખ ખાલી જમવાની નથી હોતી પરંતુ કંઇક મીઠું, ચટપટુ, ખાવાની હોય છે.
સારી ઉંઘ લેવી, એકસરસાઈઝ કરવી, વિટામીન સી થી ભરપુર ચીજો લેવી જ્યારે સાતથી આઠ કલાકની ઉંઘ નથી થતી ત્યારે લેપટીન હોર્મોન લેવલ ઓછું થાય છે અને પછી ભુખ વધે છે અને પછી જંકફુડ ખવાઈ જાય છે. માટે પુરતી ઉંઘ લેવી જોઇએ.