Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયતમારે પ્રધાનમંત્રીનો સીધો કોન્ટેકટ કરવો છે?

તમારે પ્રધાનમંત્રીનો સીધો કોન્ટેકટ કરવો છે?

- Advertisement -

તાજેતરમાં જ લોકસભામાં ચર્ચા દરમ્યાન સાંસદોની મદદ માટે એક 24/7 હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પરંતુ આ હેલ્પલાઇન પર સાંસદોને ખૂબ જ ઓછાં પ્રમાણમાં લોકોના ફોન કોલ્સ આવી રહ્યાં છે. હેલ્પલાઇન પર ફોન કરનારાઓમાં વધારે લોકો વડાપ્રધાન મોદીનો નંબર માંગી રહ્યાં છે. કોઇ કહી રહ્યું છે કે, તેઓને પીએમ મોદીને મળવું છે તો કોઇ કહી રહ્યું છે કે, તેઓએ પીએમ મોદીને સૂચન આપવું છે. જો આપ પણ આ લોકોમાંના એક છો તો આપ પણ હવે પીએમ મોદીનો કોન્ટેક્ટ કરી શકો છો. પીએમ મોદીનો કોન્ટેક્ટ કરવા માટે ફોન નંબર, ઇ-મેઇલ આઇડી અથવા તો અન્ય કોઇ રીતે સંપર્ક કરવા ઇચ્છો છો તો વાંચો પીએમ મોદી સુધી પહોંચાવા માટેના 5 રસ્તા.

- Advertisement -

મોદી સુધી આપની વાત પહોંચાડવા માટેનો સૌથી સરળ રસ્તો છે સોશિયલ મીડિયા. એવામાં તમે નરેન્દ્ર મોદીના વેરિફાઇ એકાઉન્ટે આધારે તેમના સુધી તમારી વાતને પહોંચાડી શકો છો. આ છે પીએમ મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ

https://www.facebook.com/narendramodi
https://twitter.com/narendramodi
https://plus.google.com/+NarendraModi
https://www.youtube.com/user/narendramodi

- Advertisement -

https://www.instagram.com/narendramodi

https://www.mygov.in/home/61/discuss/અહીં આપ ફરિયાદ, શુભકામના અને સૂચન માટે મેસેજ મોકલી શકો છો. અહીં આપ ડિબેટમાં પણ ભાગ લઇ શકો છો. આ ઉપરાંત આપ નરેન્દ્ર મોદીની એપ (Namo App) ના માધ્યમથી પણ પીએમ મોદી સાથે જોડાઇ શકો છો.
આ સિવાય તમે ઇ-મેઇલના આધારે પણ પીએમ મોદી સુધી તમારી વાતને પહોંચાડી શકો છો. એ માટે વડાપ્રધાન કાર્યાલયને તમે connectmygov.nic.in પર મેઇલ કરી શકો છો અથવા તો પછી narendramodi1234gmail.com પર મેઇલ કરીને તમે તમારી વાતને રજૂ કરી શકો છો.
જો તમે ઉપરોક્ત બતાવવામાં આવેલા માધ્યમો દ્વારા પીએમ મોદીનો સંપર્ક કરવામાં અસમર્થ છો તો તમે આ એડ્રેસ પર તેઓને ચિઠ્ઠી પણ લખી શકો છો. વેબ ઇન્ફોર્મેશન મેનેજર, સાઉથ બ્લોક, રાયસીના હિલ્સ, ન્યૂ દિલ્હી, પિન – 110011. આ સિવાય અંતે તમે કોઇ પણ રીતે સંપર્ક કરવામાં અસમર્થ હોવ તો છેલ્લે તમે પીએમ મોદીનો ફોન દ્વારા પણ સંપર્ક સાધી શકો છો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular