જે લોકો કોરોના વેકસીનમાં ડોઝ લઇ શક્યા નથી તેમના માટે જામનગર શહેરમાં આવતીકાલ રવિવારે મેગા વેકસીનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જામ્યુકોના આરોગ્ય કેન્દ્ર દ્વારા જુદી-જુદી સાઇટો પર સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના લોકોને વેકસીનેશનમાં પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. જ્યારે 12 થી 17 વર્ષની વયજૂથના લોકોને બીજો ડોઝ આપવામાં આવશે. જે લાભાર્થીઓ વેકસીનના ડોઝ લેવાથી રહી ગયા હોય તેમને આવતીકાલે મેગા ડ્રાઇવમાં લાભ લેવા જામ્યુકોના આરોગ્યતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.