ઉત્તર-પશ્ચિમ કેનેડા એક વિચિત્ર વિશ્વ રેકોર્ડ ધરાવે છે. યુકોનમાં કારક્રોસ રણ નામના નાના શહેરની નજીક, એક એવું રણ આવેલું છે જેને ઘણા લોકો વિશ્વનું સૌથી નાનું રણ કહે છે. સત્તાવાર સૂત્રો અનુસાર, આ ટેકરાનું ક્ષેત્ર આશરે 2.6 ચોરસ કિલોમીટર (લગભગ 1 ચોરસ માઇલ) છે એટલે કે જામનગર શહેરના એક વોર્ડ કરતા પણ નાનુ!!
વૈજ્ઞાનિકો કહે છે કે આ વિસ્તાર હજારો વર્ષ પહેલાં સુકાઈ ગયેલા આ પ્રાચીન હિમનદી તળાવોમાંથી બન્યો હતો, જે ઝીણી રેતી છોડીને જાય છે જે હજુ પણ સમય જતાં થીજી ગયેલા નાના રણની જેમ બદલાય છે અને ફરે છે.
સામાન્ય રીતે રણ એટલે અસહ્ય ગરમી પરંતુ, આ રણ સાવ અનોખુ જ છે. અહીં ખુબ જ વરસાદ અને ઠંડી પડે છે. રણની આજુબાજુ જ પાઈનના વૃક્ષોનું જંગલ આવેલ છે. આ રણ વિસ્તારનો ઉપયોગ સેન્ડ-બોર્ડીંગ, હાઈકિંગ અને શિયાળામાં સ્લેડીંગ માટે થાય છે.


