ધ કપિલ શર્મા શો ટૂંક સમયમાં જ આવી રહ્યું છે. આ શો માં જુના ચહેરાઓની સાથે ઘણા નવા ચહેરાઓ પણ જોવા મળશે. અને સૌથી ખાસ વાતએ છે કે આ ચહેરો તમારો પણ હોઈ શકે. કારણકે ધ કપિલ શર્મા શો ના મેકર્સને એવા લોકોની તલાશ છે કે જે હાસ્ય સ્ક્રીપ્ટ લખી શકતા હોય અને લોકોને હસાવાનું હુનર ધરાવતાં હોય.
કપિલ શર્મા શો ને મેકર્સ દ્રારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, “ કપિલ શર્મા શો ની ટીમ શોધી રહી છે કે એકટર અને રાઈટર. અને તમને આખા હિન્દુસ્તાનને હસાવવાનો મોકો મળી શકે છે.” મેકર્સ દ્રારા એક લિંક પણ શેયર કરવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે જો તમે રાઈટર કે એકટર હોવ તો તમારી પાસે મોકો છે કપિલ શર્મા શો માં ચમકવાનો. જણાવી દઈએ કે શો માં અત્યારે કૃષ્ણા અભિષેક, કીક્કુ શારદા, ભારતી સિંહ, સુમોના ચક્રવર્તી, અર્ચના પ્રભાકર પહેલાથી જ છે.આ અંગે કપિલ શર્માએ જણાવ્યું હતું કે તેઓ એક નવી ટીમને લઇને ઘણા ઉત્સાહિત છે. કારણકે લોકોને કંઇકને કંઇક નવું જોતું હોય છે. અને શો માં પણ લોકોને કંઇક નવું દેખાડવાની કોશીશ કરવામાં આવે છે.
કપિલ શર્માનો કોમેડી શો ધ કપિલ શર્મા શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોમાં નાના પરદાથી લઇને બોલિવૂડના તમામ સેલેબ્સ પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવા આવે છે. ભારત જ નહી પરંતુ વિદેશી લોકો પણ કપિલના અને તેના શોના ફેન છે.