Thursday, December 11, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છદિવાળીને વિશ્વની અમૂર્ત ધરોહર જાહેર કરાતા મોરબીમાં ઉજવણી

દિવાળીને વિશ્વની અમૂર્ત ધરોહર જાહેર કરાતા મોરબીમાં ઉજવણી

યુનેસ્કો દ્વારા લંકા વિજય બાદ શ્રી રામ ભગવાનના અયોધ્યા આગમનના સનાતન ધર્મના દિવાળી તહેવારને વિશ્ર્વની અમૂર્ત ધરોહર અને સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કરવામાં આવતા આ ખુશી સમાચારની ઉજવણી માટે મોરબીના મણીમંદિર, વાઘ મહેલ ખાતે દિવાળીની ઉજવણી કરવામાં આવી. આ તકે પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલેક્ટર ઝવેરીની અધ્યક્ષતામાં, કમિશનરખરે, ડીડીઓ, ઇન્ચાર્જ એસપી સમીર સારડા, એસડીએમ મોરબી અને ડીએસઓ મોરબી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓએ પ્રાચીન રાસ ગરબા ની રજૂઆત કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મણીમંદિરમાં આવેલ શ્રી રામ દરબાર, લક્ષ્મીનારાયણ વિગેરે મંદિરોની મહા આરતી કરીને ખાસ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોરબીના કલ્ચરલ અધિકારી હિરલબેન વ્યાસ તથા તેમની ટીમે મણીમંદિરની ઐતિહાસિક ઇમારત કે જે વાઘમહેલ તરીકે ઓળખાય છે એને દીવા અને નયન રમ્ય રંગોળીઓથી સુશોભિત કર્યા હતા અને બહારના ભાગે ભારતની શાન એવા તિરંગા થીમમાં લાઇટિંગ કરાયું હતું અને આ આખા કાર્યક્રમનું આયોજન કરવામાં જહેમત ઉઠાવાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular