ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્યરત સ્પોર્ટ ઓથોરિટી, ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી કચેરી, જામનગર અને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના સંયુક્ત આયોજન હેઠળ જામનગર જિલ્લામાં દિવ્યાંગ ખેલાડીઓ માટેનો ખેલ મહાકુંભની શરૂઆત થઈ છે. ત્રણ દિવસ સુધી વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવેલ.
આ ખેલ મહાકુંભમાં કુલ 168 દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ચાર અલગ-અલગ કેટેગરીમાં યોજાયેલી આ સ્પર્ધાઓમાં દોડ, ફેક, સાયકલ રેસ, વ્હીલચેર રેસ સહિત વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક ખેલાડી પોતાના પ્રતિભા અને જુસ્સાથી મેદાનમાં ઉતરી આવતાં કાર્યક્રમમાં ઉત્સાહનું માહોલ જોવા મળ્યો.
View this post on Instagram
આ ખેલ મહાકુંભને ત્રણ દિવસ સુધી તબક્કાવાર યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા કક્ષાની રમતોમાં અનેક ખેલાડીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપશે. દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાને પ્રોત્સાહન મળે, તેમને રાજ્ય સ્તર તથા રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક મળે, તે ઉદ્દેશ સાથે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા રમતગમત અધિકારી, આયોજકો તેમજ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આવનારા સમયમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે વધુ સગવડો અને તક ઉભી કરવામાં આવશે. કાર્યક્રમમાં ખેલાડીઓ, માતા-પિતા અને માર્ગદર્શકો દ્વારા પણ આનંદ અને ઉત્સાહભરી હાજરીનોંધાઈહતી.


