Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં જિલ્લા કક્ષાનો ઔદ્યોેગિક ભરતી મેળો યોજાશે

જામનગરમાં જિલ્લા કક્ષાનો ઔદ્યોેગિક ભરતી મેળો યોજાશે

18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે

નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, જામનગર દ્વારા રાજકીય અગ્રણીઓની ઉપસ્થીતીમાં તા.07 મે ના રોજ સવારે 10:00 કલાકે આઈ.ટી.આઈ. કેમ્પસ, જામનગર ખાતે જિલ્લાકક્ષાનાં ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જેમાં જામનગર જિલ્લાના ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએચસી/આઇ.ટી.આઇ/સ્નાતક/ડીપ્લોમા વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયો-ડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular