Monday, December 23, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા જિલ્લામાં 45 વર્ષથી વધુ વય જુથ ધરાવતા લોકોને કોરોનાની રસી...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 45 વર્ષથી વધુ વય જુથ ધરાવતા લોકોને કોરોનાની રસી લેવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ

- Advertisement -

હાલ કોરોના વાયરસની જીવલેણ વૈશ્વિક મહામારીને પહોચી વળવા જિલ્લા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ 45 વર્ષથી વધારે વય ધરાવતા તમામ વ્યકિતઓ માટે કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ રસીકરણ કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકામાં તા. 30 માર્ચ સુધીમાં 3456 હેલ્થકેર વર્કરો, 6148 ફ્રન્ટલાઈન વર્કરો, 60 વર્ષથી વધારે વય ધરાવતા 36,397 વ્યકિતઓ તેમજ 45 થી 59 વર્ષની વય જુથ ધરાવતા 14525 વ્યકિતઓ મળી, જિલ્લામાં કુલ 60,526 વ્યકિતઓને રસીકરણ કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વિવિધ સરકારી સંસ્થાઓ ખંભાળિયાની જનરલ હોસ્‍પિટલ, દ્વારકાની સરકારી હોસ્‍પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ ગ્રામ્ય કક્ષાએ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે કોરોના રસીકરણ માટે સેશન સાઈટો કાર્યરત કરવામાં આવી છે. સરકારી સંસ્થાઓમાં આ રસી નિ:શુલ્ક આપવામાં આવે છે. તેમજ સરકાર દ્વારા નિયુકત થયેલી ખંભાળિયાની ખાનગી પ્રાઈવેટ હોસ્‍પિટલો સાકેત હોસ્‍પિટલ અને રાણીંગા ઓર્થોપેડિક હોસ્‍પિટલમાં પણ આ રસી રૂા. 250/- માં ઉપલબ્ધ કરવામાં આવે છે.

- Advertisement -

આ રસીકરણ માટે 45 વર્ષથી વધારે વય જુથમાં તથા કેટેગરીમાં આવતા ઈચ્છુક વ્યકિતઓએ આરોગ્ય સેતુ એપ્લીકેશન અથવા કોવિન વેબ એપ્લીકેશન https://selfregistration.cowin.gov.in  ઓનલાઈન નોંધણી કરાવી શકશે. જો કોઈ વ્યકિત ઓનલાઈન નોંધણી ન કરાવી શકે તો ઉપર દર્શાવેલ રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈને નોંધણી કરાવી રસીકરણ કરાવી શકશે. આ નોંધણી માટે લાભાર્થીએ પોતાનું ફોટોગ્રાફ સાથેનું ઓળખપત્ર જેવા કે આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ, પાનકાર્ડ વિગેરે પૈકી કાઈ પણ એક ઓળખપત્ર સાથે લઈ જવાનું રહેશે.

આ રસી તાલીમ પામેલા આરોગ્ય કર્મચારી દ્વારા આપવામાં આવે છે. આ રસીની કોઈપણ જાતની ગંભીર આડઅસર જોવા મળતી નથી. આ રસી જનસમુદાયના આરોગ્ય માટે ખૂબજ ફાયદાકારક હોય 45 વર્ષથી વધારે વય ધરાવતા તમામ વ્યકિતઓને વધુમાં વધુ કોવિડ-19 રસીનો લાભ લઈ રસીકરણ કરાવવા તથા આ રસીના કુલ બે ડોઝ લીધા બાદ પણ યોગ્ય રીતે માસ્ક પહેરવા, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવુ, બિનજરૂરી બહાર ન નીકળવુ, વારંવાર સાબુથી હાથ ધોવા વિગેરે અંગે સરકાર દ્વારા નકકી કરાયેલી તકેદારીઓ રાખવા જિલ્લા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીણા દ્વારા જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular