સમગ્ર દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહેલ છે. ત્યારે નાણાકીય વર્ષ ર022-23 માટે કેન્દ્રની ભાજપ શાસિત સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામને દેશને ન્યુ ઈન્ડિયા તરફ લઈ જનાર આત્મનિર્ભરતા વધારનારૂં જે બજેટ સંસદમાં રજૂ કરી દેશ સમક્ષ્ા મૂકેલ છે. તેને જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ હૃદયપૂર્વક આવકાર આપેલ છે. આ બજેટ દ્વારા નાણામંત્રીએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના આગામી રપ વર્ષના વિકાસનો સંપૂર્ણ રોડમેપ સ્પષ્ટ છે. કોરોના મહામારીમાં દેશવાસીઓને વિનામૂલ્યે વેક્સિનેશન, આરોગ્ય સુવિધાના અનેક પગલા છતાં એકપણ પ્રકારના નવા ટેક્સ નાખવામાં આવેલ નથી તે આ બજેટની વિશેષતા કહી શકાય. પી. એમ઼ ગતી શક્તિ, સર્વ સમાવેશક વિભાગ, ઉત્પાદક્તા વૃધ્ધિ અને રોકાણની તકમાં વિશેષ ભાર આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એક જ વર્ષમાં 80 લાખ આવાસો બનવાથી લોકોને ઘર ના ઘરનું સ્વપ્ન સાકાર થશે. ખેડૂતો પોતાના ખેતરમાં તકનીકી સહાય લઈ શકે તેવી વ્યવસ્થા સાથેના સાધનો સસ્તા કરવામાં આવ્યા છે. નદીઓને જોડવાની યોજના પર પણ ફોક્સ કરવામાં આવેલ છે. ડીજીટલ બેંકીંગ સુવિધા વધારવાના હેતુસર લોકોને પોતાના નજીકના વિસ્તારમાં જ સરળતાથી વ્યવહાર કરવા માટે પોસ્ટ ઓફીસોમાં એ.ટી.એમ઼ અને ઓનલાઈન બેંકીંગ સહિતની ડીજીટલ સુવિધાનો વ્યાપ વધારવાનો નિર્ણય આવકારદાયક છે.
આ બજેટના અમલીકરણ સાથે તુરત જ કપડા, મોબાઈલ ફોન, હીરાના ઘરેણા, ખેતીનો સામાન, ઈલેકટ્રોનીક વસ્તુઓ સસ્તી થનાર છે. આ ઉપરાંત 3 વર્ષમાં 400 વંદેભારત ટ્રેન શરૂ કરવાનું ક્રાંતિકારી પગલું છે. દેશના વિકાસ માટે સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોડ, રેલ્વે અને હવાઈ પિરવહનને પણ પ્રાધાન્ય આપી રહી છે. આ ઉપરાંત સહકારી મંડળીઓ પરનો ટેક્સ 18% હતો જે ઘટાડીને 1પ% કરવામાં આવેલ છે. આ બચતા ટેક્સના કારણે સહકારી મંડળીઓ પોતાની પ્રવૃતિઓનો લાભ વધુ આપી શકશે. આ ઉપરાંત ખેડૂતોને એમ઼એસપી ના નાણા પર સીધા જ પોતાના ખાતામાં મળવાની શરૂઆત પણ આ નાણાકીય વર્ષમાં કરવામાં આવનાર છે. આત્મનિર્ભર ભારત અન્વયે 16 લાખ નોકરીઓ, મેઈક ઈન ઈન્ડિયા અંતર્ગત 60 લાખ નોકરીઓ આપવાનું લક્ષ્યાંક છે. આ બજેટથી ડીજીટલ ક્ષ્ોત્રે ભારત વધુ મજબુત બનશે તેના માટે અનેક પ્રયાસો આ બજેટમાં થયેલ છે. આ ઉપરાંત ગામડાઓ સુધી ઈન્ટરનેટ સુવિધા પહોંચાડવા પણ સરકાર કટિબધ્ધ હોવાનું સ્પષ્ટ જણાય છે.
વિશેષમાં આગામી વર્ષમાં ખેડૂતો પાસેથી સરકાર 1208 મેટ્રીક ટન ઘઉં ખરીદ કરવાનું પગલું પણ અભિનંદનને પાત્ર છે. દેશને વિકાસની ગતિ પર સતત દોડતું રાખનાર આ બજેટને જિલ્લા ભાજપ અધ્યક્ષા રમેશભાઈ મુંગરા ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત રાજયના કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઈ જાની, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, મેઘજીભાઈ ચાવડા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો સુર્યકાંતભાઈ મઢવી, ડો. પી. બી. વસોયા, ચેંશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રીઓ દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી, મનોજભાઈ ચાવડીયા, ચેતનભાઈ કડીવાર સહિત તમામ આગેવાનોએ આ બજેટને આવકારી દેશના સામાન્ય માનવીઓની અપેક્ષા મુજબનું બજેટ ગણાવી પ્રધાનમંત્રી અને નાણામંત્રીને અભિનંદન પાઠવેલ હોવાનું જિલ્લા મીડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવાયું છે.