નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બીજી ટર્મનું પહેલું કેબીનેટ વિસ્તરણ થયું છે. આ કેબીનેટમાં ગુજરાતમાંથી વધુ ત્રણ નવા સંસદસભ્યોને દેશસેવાની તક આપવામાં આવેલ છે. આ ઉપરાંત અગાઉ અમીતભાઈ શાહ ગૃહમંત્રી જેવા મહત્વપૂર્ણ હોદા પર યોગદાન આપી રહેલ છે તેમને નવા બનાવાયેલ સહકાર મંત્રાલયનો પણ વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. સ્મૃતિબેન ઈરાની પણ કેબીનેટ મંત્રી છે. મનસુખભાઈ માંડવીયાને સ્વાસ્થય મંત્રાલય જેવી મહત્વની જવાબદારી તેમજ પુરૂષોતમભાઈ રૂપાલાને ડેરી ઉદ્યોગની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત દર્શનાબેન જરદોશ, દેવુસિંહ ચૌહાણ, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા ને પણ મંત્રી બનાવાયેલ છે.
આ પ્રકારે ગુજરાતના જનપ્રતિનિધિઓને મંત્રીમંડળમાં મહત્વપૂર્ણ જવાબદારી સોપવાથી સમગ્ર ગુજરાતમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ અખબારી યાદીમાં જણાવેલ છે.
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઈ જાની, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નયનાબેન પરમાર, પૂર્વ ધારાસભ્યો ચીમનભાઈ શાપરીયા, મેઘજીભાઈ ચાવડા, બ્રિજરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ ધારવીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો ચંદ્રેશભાઈ પટેલ, ડો. પી. બી. વસોયા, સુર્યકાંતભાઈ મઢવી, જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રીઓ દિલીપસિંહ ચુડાસમા, ડો. વિનોદ ભંડેરી, મનોજભાઈ ચાવડીયા, ચેતનભાઈ કડીવાર સહિતના આગેવાનોએ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા જણાવેલ છે કે સમગ્ર જિલ્લા ભાજપ પરિવારને વિશ્વાસ છે કે ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ દેશ અને ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી, પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના સ્વપ્ન મુજબ સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચશે.
કેન્દ્ર સરકારમાં ગુજરાતને સબળ સ્થાન મળતા વડાપ્રધાનનો આભાર માનતા જિલ્લા ભાજપ આગેવાનો
ગુજરાતના તમામ મંત્રીઓને જિલ્લા ભાજપ પ્રમુખે અભિનંદન પાઠવ્યા