આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્લીન ઇન્ડિયા અને નવરાત્રી રાસ ગરબા હરિફાઇ-2021 અન્વયે જામનગર જિલ્લા-શહેરકક્ષાની રાસ ગરબા હરીફાઈનું આયોજન,જામનગર મુકામે કરવામાં આવેલ હતું. જેમાં જામનગર ગ્રામ્ય(જીલ્લા કક્ષા) પ્રાચીન ગરબાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉમિયાજી મહિલા કોલેજ ધ્રોલ, દ્રિતીય ક્રમે જી.એમ પટેલ ક્ધયા વિદ્યાલય ધ્રોલ આવેલ છે. રાસની સ્પર્ધા પ્રથમ ક્રમે આશાપુરા ગરબી મંડળ જામજોધપુર, દ્રિતીય આશાપુરા યુવક મંડળ જામજોધપુર અને તૃતીય ક્રમે ચામુંડા રાસ મંડળ લતીપુર આવેલ છે. જામનગર શહેરકક્ષા પ્રાચીન ગરબાની સ્પર્ધામાં પ્રથમ ક્રમેકસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર,દ્રિતીય ક્રમે જય ખોડીયાર ગરબી મંડળ અને તૃતીય ક્રમે આઈ સોનલ નવરાત્રી ઉત્સવ સમિતિ જામનગર આવેલ છે. અર્વાચીન ગરબાની સ્પર્ધા પ્રથમ ક્રમે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર દ્રિતીય દીપ ગ્રુપ જામનગર અને તૃતીય ક્રમે આશા ગ્રુપ જામનગર આવેલ છે. રાસની સ્પર્ધા પ્રથમ ક્રમે રાજ્શક્તિ રાસ મંડળ જામનગર, દ્રિતીય ક્રમે ચારણ રાસ મંડળ જામનગર અને તૃતીય ક્રમે આદ્યશક્તિ રાસ મંડળ આવેલ છે. સ્પર્ધાનું સંપૂર્ણ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વિશે વધુ વિગત માટે કચેરીના ફોન નંબર 0288-2571209 ઉપર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે.