રાષ્ટ્રસંત ગુરૂદેવ પ.પૂ. નમ્રમુનિજી મ.સા.ની કૃપાથી પારસધામ જામનગર દ્વારા ગરીબોની સેવા માટે વધુ પ્રકલ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પારસધામને મળેલા અને બનાવાયેલા 1000 ચિકીનાં પેકેટ, 1000 મમરા નાં લાડું ના પેકેટ, 200 નંગ સાલ, 200 સ્વેટર, 1500 મોજા, 200 ટોપી, 1350 જેકેટ (ગરમ) 300 બ્લેન્કેટ, વગેરે નું ગરીબો, ઝુંપડપટી વગેરે માં નિ:શૂલ્ક ધોરણે વિતરણ કરવામાં આવશે. આ સેવા કાર્યનો પ્રારંભ થઈ ચૂકયો છે.
આ ઉપરાંત દાતાઓ તરફથી મેડિકલ સાધનો પણ પારસધામને સેવા માટે મળ્યા છે. જેમાં ચાવી વાળા પલંગ-5, વ્હીલચેર-3, એરબેડ-4, ટોયલેટ ચેર-4 આ સાધનો જામનગરના દર્દીઓને ઉપયોગ માટે નિ:શૂલ્ક ધોરણે આપવામાં આવશે. માત્ર ડિપોઝીટ જમા કરાવવાની રહેશે. જે પણ સાધન પરત મળ્યે ડિપોઝીટ પણ પરત આપી દેવામાં આવશે.
ઉપરાંત નેબ્યુલાઈઝર મશીન દાતા પરિવાર તરફથી મળ્યું છે. જે જી. જી. હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે. મૂળ જામનગરના અને હાલ લંડનમાં વસવાટ કરતા જિજ્ઞાાે મનીષાઈ વિભાકરના હસ્તે આ વસ્તુઓ પારસધામને અર્પણ કરવામાં આવી છે અને પારસધામના સેવકો દ્વારા ગરીબો- ઝુંપડપટ્ટીમાં શિયાળાની શકિતવર્ધક ખાદ્ય ચીજો અને ઠંડીથી રક્ષણ આપતા કપડાનું વિતરણ કરવામાં આવશે.
ઉપરાંત જૈન એજયુકેશન એમ્પાવરમેન્ટ ટ્રસ્ટ દ્વારા જૈન સમાજના બાળકોને રૂા. 3 લાખ બે હજારની સ્કોલરશીપ પણ આપવામાં આવનાર છે. પારસધામમાં આયોજીત એક કાર્યક્રમમાં પારસધામના ચેતનભાઈ શાહ, ઉપરાંત આગેવાનો વી.પી. મહેતા, કિરીટ મહેતા, ભરતભાઈ પટેલ, અજય શેઠ, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ નિલેષ ઉદાણી, સ્ટે. ચેરમેન નિલેશ કગથરા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, પૂર્વ મેયર બિનાબેન કોઠારી અને અમીબેન પરીખ તથા અમિતભાઈ (સ્વદેશી), પૂર્વ કોર્પોરેટર જતીન મહેતા તેમજ અન્ય સેવાભાવી બહેનો- ભાઈઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


