હોળી-ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દ્વારકા ખાતે કાળિયા ઠાકોર સંગ ધૂળેટી પર્વ મનાવવા અને ફૂલડોલ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. જેમાં અનેક ભક્તો પદયાત્રા કરીને પણ દ્વારકા પહોંચે છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓની સાથે-સાથે અનેક રાજ્યોમાંથી લોકો મોટી સંખ્યામાં ચાલીને દ્વારકા પહોંચે છે. આ પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકા જવા શરુ થઇ ચૂકયો છે. ત્યારે પદયાત્રિઓ માટે સેવા કેમ્પો પણ શરુ થઇ ચૂક્યા છે. દ્વારકાધિશ મંદિરે જતાં પદયાત્રિઓ માર્ગ પર જતાં હોય, અકસ્માત નિવારવા માટે જામનગરના પંચ-એ ડિવિઝનના પીએસઆઇ એ.કે. પટેલ અને સ્ટાફ દ્વારા પદયાત્રિઓને રિફકલેકટર જેકેટ તથા રેડિયમપટ્ટીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.