જામનગર લોહાણા મહાજન ના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદમંત્રી રમેશભાઈ દત્તાણિની સંયુક્ત યાદી જણાવે છે કે જામનગરમાં વસવાટ કરતાં લોહાણા જ્ઞાતીના કાર્ડ ધારકોને જીવન જરૂરી અનાજ કરીયાણા સહીતની લગભગ 11 જેટલી ચીજ વસ્તુઓ સહિતની એક કીટ બનાવી આ કપરા સમયમાં કાર્ડધારકોને તેમના ઘરે જ રવિવાર તા. 30-5-2021ના રોજ પહોંચાડી દેવાનું આયોજન કરેલ છે. આ સમગ્ર કીટ લોહાણા સમાજના વિવિધ દાતાઓના સહયોગથી બનાવવામાં આવી છે અને કાર્ડ ધારકોને બે થી ત્રણ માસ સુધી ચાલે તેટલી વસ્તુઓ આપવાનું આયોજન કરેલ છે.