Friday, November 22, 2024
Homeરાજ્યનયારા એનર્જી અને વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે પોષણ...

નયારા એનર્જી અને વહીવટી તંત્રના સંયુકત ઉપક્રમે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે પોષણ કિટનું વિતરણ

- Advertisement -

સમગ્ર દેશમાં સપ્ટેમ્બર મહિનામાં પોષણ માસની ઉજવણી થઇ રહી છે ત્યારે જામનગરના જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને નયારા એનર્જીના સહયોગથી બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નયારા એનર્જીના દીપેન્દ્રસિંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લાના 2900 જેટલા મધ્યમ અને અતિકુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવશે. આ કીટમાં દેશી ચણા, મગ, સીંગદાણા, ખજૂર અને ગોળની ચીકી જેવા પોષણયુક્ત તત્વોનો સમાવેશ કરવામાં આવેલ છે.

આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો. ચંદ્રેશ ભાંભી દ્વારા પોષણ માસ અંતર્ગત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવી હતી તેમજ સરકાર,સમાજ અને બિનસરકારી સંગઠનોના સહયારા પ્રયાસો દ્વારા જ કુપોષણમુક્ત જામનગર બની શકશે તેવી પ્રતિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બથવાર દ્વારા કુપોષિત બાળકોના સમયાંતરે મેડિકલ ચેકઅપ અને સી.એમ.ટી.સી. તથા એન.આર.સી.ના માધ્યમથી યોગ્ય દેખરેખ અને સારવાર દ્વારા બાળકોમાં કુપોષણ ઘટાડી શકાય છે તેમ જણાવી લોકોને બાળ આરોગ્ય તરફ જાગૃત બનવા અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં આર.સી.એચ. ઓફિસર ડો. નૂપુર પ્રસાદ, નાયરા એનર્જીના અનુરાગસિંહ રાયજાદા, તાલુકા હેલ્થ ઓફિસરો, તમામ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીઓ, મુખ્ય સેવિકાઓ તથા આઈ.સી.ડી.એસ.ના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular