ભાણવડ તાલુકાના મોટા કાલાવડ સીટના જિલ્લા પંચાયતના સદસ્ય અને ક્રિષ્ના એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કે.ડી કરમુર દ્વારા તાલુકાની 33 શાળા માં 33 હજાર નોટબુકનું વિતરણ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું
નોટબુક વિતરણ કાર્યક્રમ દરમ્યાન અન્ય આગેવાનો, સામાજીક કાર્યકરો તેમજ સ્કૂલનો સ્ટાફ તેમજ વાલીઓ ઉપસ્થિત રહેલ. તેઓ અગાઉ પણ ગરીબ પરિવારને લગ્ન માટે કરિયાવર અને કોરોનાકાળ દરમિયાન હજારો લોકોને મદદરૂપ થયા હતા.