બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે વર્ષોથી મોહનથાળ પ્રસાદ ભક્તોને આપવામાં આવી રહ્યો છે. આ પરંપરા ને એકાએક તંત્ર વાહકો અને મંદિર વ્યવસ્થાન સમિતિ દ્વારા મોહનથાળ પ્રસાદી બંધ કરી ચીકી પ્રસાદી શરૂ કરવાનો તગ્લગી નિર્ણય લીધો હતો. આ નિર્ણયના ઘેરા પડઘા પડ્યા છે જેને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજ્ય વ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું અને રવિવારે જામનગરમાં પણ દરેક પ્રખંડોમાં આવેલા જુદા જુદા 21 મંદિરો ખાતે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને માતૃશક્તિ દુર્ગાવાહિનીના જવાબદાર હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મહા આરતીમાં જોડાઈ મંદિરે આવેલા શ્રદ્ધાળુઓને મોહનથાળ પ્રસાદ આપી અંબાજીમાં ફરી પરંપરાગત પ્રસાદ રૂપે મોહનથાળ આપવામાં આવે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી.
જામનગરમાં આવેલા ખોડીયાર પ્રખંડમાં આવતા ખોડીયાર કોલોનીના આઇ શ્રી ખોડિયાર માતાજી ના મંદિરે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેનભાઈ રાજાણી,કપિલભાઈ નાકર ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે દાંડિયા હનુમાન પ્રખંડમાં આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિરે જિલ્લા સહમંત્રી હેમતસિંહ જાડેજા, સ્વરૂપમાં જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બેડેશ્વર પ્રખંડમાં ખોડીયાર માતાજીના મંદિર ખાતે મહિલા વિભાગના જિલ્લા સંયોજિકા હીનાબેન અગ્રાવત, રાણાભાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રામેશ્વર પ્રખંડમાં આવેલા રામેશ્વર મંદિર ખાતે વિહીપના સ્મિતાબેન વસતા અને સત્સંગી બહેનો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સિધ્ધનાથ પ્રખંડ ખાતે અન્નપૂર્ણા માતાજીના મંદિરે સહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, સત્સંગ પ્રમુખ મનહરભાઈ બગલ, પ્રખંડ સંયોજક અનિલભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. નાગેશ્વર પ્રખંડમાં આવેલા અંબાજી માતાના મંદિરે ગ્રામ્ય વિસ્તારના સહમંત્રી પ્રફુલાબેન અગ્રાવત, દુર્ગા વાહિનીના હીનાબેન નાનાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. હઠીલા હનુમાન મંદિર ખાતે પૂજારી દવે ભાઈ અને રામજીભાઈ ચુડાસમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ પાર્કમાં આવેલા ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ગાયત્રીબેન, રેખાબેન લાખાણી અને સત્સંગ વિભાગના બહેનો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. તાડીયા હનુમાન મંદિર ખાતે તાડિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ પ્રખંડમાં નાગનાથ નાકા પાસે આવેલ અંબાજી મંદિર ખાતે સેવા વિભાગ સંયોજક પ્રફુલભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ વાળા, જયદીપભાઇ જેઠવા સહિતના અગ્રણીઓ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. ભોઈ વાળા વિસ્તારમાં આવેલા અંબા માતાજીના મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા અને અંબિકા ગરબી મંડળના અગ્રણી કાર્યકરોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બેન્ક મહાદેવ મંદિર ખાતે પ્રકાશભાઈ રાણા આસપાસના વેપારીઓ અને પૂજારી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગોકુલ પ્રખંડમાં આવેલા સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે કેશવરામ પૂજારી, મચ્છાભાઈ, વકીલ વારોતરીયા, ધર્મેશભાઈ ગોંડલીયા અને હેમતસિંહ જાડેજા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત જામનગર જિલ્લામાં કુલ 21 ધર્મ સ્થળોમાં રવિવારે સાંજે આરતી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી કાર્યકર્તાઓ દ્વારા ઉપસ્થિત રહી મોહનથાળ નો થાળ ધરાવી શક્તિપીઠ અંબાજી માતાજીના ધર્મ સ્થાન પર ફરી મોહનથાળ પ્રસાદી શરૂ થાય તે માટે માતાજી અને ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી.