વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારનાં સાત વર્ષ પૂર્ણ થતા વોર્ડ નં. 3 ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખીને વોર્ડના મુખ્ય માર્ગો પર શહેરીજનોને માસ્ક તેમજ સેનીટાઇઝરની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા, પરાગભાઇ પટેલ, શહેર યુવા મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી નરેનભાઇ ગઢવી, વોર્ડ પ્રભારી નિતિનભાઇ સોલાણી તેમજ વોર્ડમાં રહેતા અન્ય અગ્રણીઓ ભાવેશભાઇ કાનાણી, સ્વરૂપબા જાડેજા, નગીનભાઇ ખીરસરીયા, હંસાબેન ભંડેરી, ઋષીભાઇ ટાંક, જય કડીવાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.