Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોમાં ઇમ્યુનિટિ બુસ્ટર ગુડુચી (આયુર્વેદ ઔષધિ)નું વિતરણ

જામ્યુકોમાં ઇમ્યુનિટિ બુસ્ટર ગુડુચી (આયુર્વેદ ઔષધિ)નું વિતરણ

- Advertisement -

આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હાલ સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર સ્થિત આયુષ મંત્રાલય હેઠળની સંસ્થા ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા કોરોના સામે ખાસ કરીને ફ્રંટલાઇન વોરિયરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાના હેતુથી આયુર્વેદિક ઔષધિ ગુડુચી ટેબલેટનું વિનામૂલ્યે વિતરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા ખાતે મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઇ પરમાર, સ્ટે. કમિટીના ચેરમેન મનિષભાઇ કટારીયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઇ ગોસરાણી તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડી, ડે. કમિશનર એ.કે. વસ્તાણી, આસી. કમિશનર ડો. ભાર્ગવ ડાંગર, એમઓએચ ઋતુજાબેન જોષીને ગુડુચી ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદના ડાયરેકટર વૈદ્ય, અનુપ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયે વૈદ્ય નિલેશ ભટ્ટ અને ચિત્રાંગદ જાની હાજર રહ્યાં હતાં.

- Advertisement -

હવેના તબક્કામાં જામનગર મહાનગરપાલિકાના તમામ પદાધિકારી-અધિકારી તેમજ કર્મચારીગણને આ દવા ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુ. ભારતભરની રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનનો દરજ્જો ધરાવે છે અને આયુર્વેદ ક્ષેત્રે અગ્રીમ સંસ્થા છે. કોવિડ-19થી બચવા માટે ઇમ્યુનિટી બુસ્ટર તરીકે સંશોધનો દ્વારા ગુડુચી ટેબલેટ પ્રસ્થાપિત કરવામાં આવી છે.

જામનગરની જનતા (18 વર્ષથી ઉપરની વયના માટે જ) માટે પણ ગુડુચી ટેબલેટ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. જે વિનામૂલ્યે મેળવવા માટે ઓપીડી નં. 6, ઇન્સ્ટિટયૂટ ઓફ ટિચીંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ હોસ્પિટલ, બી-ડિવિઝન પોલીસ સ્ટેશન સામે, જામનગર ખાતે સોમવારથી શુક્રવાર સવારે 9 થી 12:30 સાંજે 4 થી 5:30 તથા શનિવારે સવારે 9 થી 12:30નો સંપર્ક કરવા તથા આ વ્યવસ્થાનો લાભ લેવા જામનગરના મેયર અને કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular