Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં 12.36 લાખથી વધુ મતદારોને એન્યુમરેશન ફોર્મ્સ વિતરણ કામગીરી પૂર્ણ

જામનગરમાં 12.36 લાખથી વધુ મતદારોને એન્યુમરેશન ફોર્મ્સ વિતરણ કામગીરી પૂર્ણ

જિલ્લામાં પુરજોશમાં ચાલતી મતદારયાદી સુધારણા કામગીરી : 8.20 લાખ જેટલા ફોર્મનું ડીઝીટાઇઝેશન પુર્ણ : ફોર્મ ભરી પરત આપવાના બાકી હોય તેમને તાત્કાલીક ફોર્મ પરત કરવા જિલ્લા ચુંટણી તંત્રની અપીલ

જામનગર જિલ્લામાં ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ હાલમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મતદાર યાદી સુધારણાની મહત્વની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

- Advertisement -

જિલ્લામાં હાલ કુલ 12,41,097 મતદારો નોંધાયેલા છે, જેના માટે 1,242 પોલિંગ સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે. કુલ મતદારોમાંથી, 12,36,464 જેટલા એન્યુમરેશન ફોર્મ્સ (EFs) નું વિતરણ થઈ ચૂક્યું છે.આ ફોર્મ્સ ભરાઈ ગયા પછી તે માહિતી ડિજિટાઇઝેશનની કામગીરી હાલ ઝડપભેર શરૂ છે જેમાં અત્યાર સુધીમાં 8,20,431 જેટલા ફોર્મ્સનું ડિજિટાઇઝેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.આ આંકડો વિતરણ થયેલા ફોર્મ્સના 66.11% જેટલો થાય છે.

સાથે જ તમામ મતદારોને જિલ્લા વહિવટી તંત્ર તરફથી અપિલ કરવામાં આવે છે કે જેમણે હજી સુધી તેમના ફોર્મ્સ ભરીને પરત આપ્યા નથી, તેઓ તાત્કાલિક તેમના બૂથ લેવલ ઓફિસરને અથવા મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીનો સંપર્ક કરીને આ રાષ્ટ્રવ્યાપી સુધારણા પ્રક્રિયામાં પોતાનો સહકાર આપીને ફોર્મ ભરીને પરત આપે. જામનગરની મતદાર યાદીને સંપૂર્ણપણે સાચી અને તૈયાર કરવા માટે દરેક નાગરિકનો સહકાર અનિવાર્ય છે. મતદારો પોતાનું નામ 2002 ની મતદારયાદીમાં સરળતાથી શોધી શકે તે માટે Voter Service Portal (https://voters.eci.gov.in)પર જઈ Search Your Name in Last SIR સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આગામી તારીખ 29/11/2025 ના બપોરે 12:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી અને તારીખ 30/11/2025 ના સવારે 10:00 વાગ્યા થી સાંજે 05:00 વાગ્યા સુધી વિધાનસભા મતદાર વિભાગની મામલતદાર કચેરી સ્પેશિયલ કેમ્પ નું આયોજન કરવામાં આવનાર છે. જેમાં જે મતદારો ને ગણતરી ફોર્મ મેળવવાના બાકી છે તેઓ પોતાના ફોર્મ મેળવી શકશે, પોતાના ગણતરી ફોર્મમાં વિગતો મેળવવા-ભરાવવામાં માર્ગદર્શન મેળવી શકાશે તેમજ પોતાના ભરેલા ગણતરી ફોર્મ પરત કરી શકશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular