જામનગરના પક્ષી પ્રેમી અને ઘાયલ પક્ષીઓની સારવાર કરતા બર્ડસેવર પ્રકૃતિપ્રેમી ફિરોઝખાન પઠાણ અને તેમના મિત્ર ગુ્રપ દ્વારા સતત 15મા વર્ષે પક્ષીઓને પાણી માટેના કુંડા અને ચકલી માટે માટીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લાં 14 વર્ષથી ચલાવવામાં આવતી આ સેવાકીય પ્રવૃત્તિમાં 14 હજારથી વધુ કુંડા અને માળા વિતરણ કરવામાં આવ્યા છે. તેમજ અનેક પક્ષીઓની સારવાર કરી ફરી ગગનમાં વિહરતા કરવામાં આવ્યા છે. તેમજ રાષ્ટ્રીય પક્ષી મોરને 365 દિવસ ચણ પણ આપવાની સેવા ફિરોઝખાન પઠાણ આપી રહ્યા છે. આ વર્ષે સુજાતા મશીન ટુલ્સના સુજીતભાઈ નકુમ તથા વિજયભાઇ નકુમના સહયોગથી તા.20 માર્ચના રોજ સવારે 9:30 કલાકે ડી.કે.વી. સર્કલ ખાતે માળા તથા કુંડા વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા પક્ષી મિત્રો વિશ્ર્વાસ ઠકકર, અંકુર ગોહિલ, આશિષ પાણખાણિયા, જુમા સફીયા, ઉમરભાઇ ફુલવાળા સહિતના મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.