જામનગર જિલ્લામાં આવેલ પૂર હોનારતના પગલે વ્યાપક નુકસાની થવા પામી છે. જિલ્લાના તમામ તાલુકાઓને ભારે વરસાદે ઘમરોળ્યા છે. ત્યારે ભારે પૂર આવવાને કારણે અનેક પરિવારોની જીવન જરૂરી વસ્તુ પલળી જવાથી નુકશાન થયું હતું. ત્યારે કોશિશ ફાઉન્ડેશન દ્વારા દાતાઓના સહયોગથી ઘાંચીની ખડકી વિસ્તારમાં રહેતા પરિવારને 500 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કોશિષ ફાઉન્ડેશન સ્થાપક સારાબેન મકવાણા, ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા, ફાઉન્ડેશનના મેન્ટર મેહમુદભાઈ વહેવારીયા, સંસ્થાના સભ્ય જુનેદભાઈ, અમીનભાઈ મોદી, કયુમ , ઈમરાન, જાવીદ, એડવોકેટ ફેમીદા સહિતના લોકોએ પૂરગ્રસ્ત વિસ્તારમાં ધાબળાનું વિતરણ કર્યું હતું.