Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા લેવાયેલા દત્તક બાળકોને પોષણક્ષમ કીટ વિતરણ

જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા લેવાયેલા દત્તક બાળકોને પોષણક્ષમ કીટ વિતરણ

ધારાસભ્ય દ્વારા 155 બાળકોને સતત 10 મા મહિને કીટ અપાઈ : કુપોષણમુકત અભિયાન અંતર્ગત સરાહનીય કામગીરી : 251 અતિકુપોષિત બાળકોમાંથી 230 બાળકોને પોષિત બનાવવામાં સફળતા

- Advertisement -

જામનગરના 79- વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓએ એ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અતિ મહત્વના કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત જામનગર શહેરના અતી કુપોષિત બાળકોને પોષીત કરવાના અભિયાનને આગળ ધપાવવાના ભાગરૂપે પોતાના જન્મદિન નિમિત્તે શહેરના આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા 251 અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા જે પૈકીના 230 બાળકોને પોષિત બનાવવામાં મહત્વની સફળતા સાંપડી હતી. એટલુંજ માત્ર નહીં, તેઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વધુ 134 અતિ કુપોષિત બાળકોને દતક લીધા હતા અને કુલ 155 બાળકોની સાર સંભાળની જવાબદારી સ્વીકારી હતી.

- Advertisement -

જે અતિ કુપોષિત બાળકોને દસમા મહિને પણ પોષણક્ષમ કિટ આપવામાં આવી હતી. હાલ વર્તમાન સંજોગોમાં ઋતુમાં બદલાવ આવ્યો છે, ત્યારે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા તબીબોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને તેઓની સલાહ મુજબ કીટમાં ફેરફાર કરીને શિયાળાની ઋતુને અનુરૂપ ચીજ વસ્તુઓનો ઉમેરો કરીને નવી કીટ તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું છે, અને બાળકોને પોષિત કરવા માટેના અભિયાનને વધુ વેગવંતુ બનાવાયું છે.

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા ઘેર ઘેર જઈ પ્રતિ મહિને પોષણક્ષમ કીટ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ઓક્ટોબર માસ સુધી સતત 10માં મહિને પ્રત્યેક બાળકોની જાતેજ સાર સંભાળ રાખવામાં આવી રહી છે, અને તેઓની વ્યક્તિગત મુલાકાત અને પોષણક્ષમ કીટ વગેરેનું વિતરણ કર્યા પછી, અને બાળકોના વાલીઓ સાથે પરામર્શ કર્યા પછી અતિ કુપોષિત બાળકોને પોષિત બનાવવામાટે ના પ્રયાસો થઈ રહ્યા છે, જેને સફળતા સાંપડી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular