Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવડોદરાની કોવિડ હોસ્પિટલ માંથી વિચલિત કરનાર દ્રશ્યો, સર્વત્ર પાણી-પાણી, કાંચનું એલીવેશન તૂટી...

વડોદરાની કોવિડ હોસ્પિટલ માંથી વિચલિત કરનાર દ્રશ્યો, સર્વત્ર પાણી-પાણી, કાંચનું એલીવેશન તૂટી પડ્યું

એક નર્સ ઈજાગ્રસ્ત : કોરોનાના દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા

- Advertisement -

તાઉતે વાવાઝોડાના પરિણામે ગુજરાતભરમાં નુકશાની થઇ છે. ત્યારે વાવાઝોડું હવે અમદાવાદમાં એન્ટર થતાં વડોદરામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  વડોદરાની ગોત્રી GMERS હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા ડેડીકેટેડ કોવિડ કેરના પ્રથમ ફ્લોર પર પાણી ભરાયા હતા. પાણી ભરાતા જ સ્ટાફે તાત્કાલિક હોસ્પિટલ બેડને સુરક્ષિત સ્થળે મૂકવાની તૈયારીઓ કરી દીધી હતી.

- Advertisement -

જોકે, વાવાઝોડાને કારણે એક દુર્ઘટના પણ ઘટી હતી.ગોત્રી હોસ્પિટલના સાતમાં માળે કાંચનુ એલિવેશન અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. આ ઘટનામાં એક નર્સ ઈજાગ્રસ્ત થતાં  સારવાર સર્થે અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે. જોકે એલિવેશન દિવાલથી છુટ્ટુ પડતા હોસ્પિટલ સ્ટાફે સમયસુચકતા વાપરી તાત્કાલીક દર્દીઓને અન્ય વોર્ડમાં શીફ્ટ કરી દીધા હતા. માટે મોટી દુર્ઘટના ટળી હતી. આજે સવારથી જ વડોદરામાં તાઉ-તે વાવાઝોડાની અસર જોવા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular