Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર લોહાણા મહાજનને "શ્રેષ્ઠ મહાજન” પ્રતિષ્ઠિત એવોર્ડ

જામનગર લોહાણા મહાજનને “શ્રેષ્ઠ મહાજન” પ્રતિષ્ઠિત એવોર્ડ

ગુજરાત માટે ગૌરવવંતુ બનતું જામનગર લોહાણા મહાજન: સંસ્થાના પ્રમુખ જીતુભાઇ લાલ અને ખજાનચી અરવિંદભાઇ પાબારીએ સ્વિકાર્યો એવોર્ડ

- Advertisement -

જામનગર લોહાણા મહાજનને રઘુવંશી સમાજની વૈશ્ર્વિક સંસ્થા લોહાણા મહાપરિષદનો પ્રતિષ્ઠિત “શ્રેષ્ઠ લોહાણા મહાજન” એવોર્ડ સાંપડયો છે. આ એવોર્ડ મેળવીને જામનગર લોહાણા મહાજને ગુજરાતભરના રઘુવંશી સમાજને ગૌરવાંકિત કર્યો છે.

- Advertisement -

લોહાણા મહાપરિષદ તરફથી પ્રતિ વર્ષ અલગ-અલગ સંસ્થા- વ્યકિતઓને એવોર્ડથી સન્માનીત કરવામાં આવે છે જેમાં વિવિધ સેવાકિય અને રચનાત્મક કાર્યો કરવા સાથે તમામ પરિવારોને સાથે જોડવાની પ્રવૃતિઓ કરનાર લોહાણા મહાજનને “શ્રેષ્ઠ લોહાણા મહાજન” એવોર્ડથી નવાજવામાં આવે છે. તાજેતરમાં નાસીક ખાતે યોજાયેલી લોહાણા મહાપરિષદની બેઠકમાં જામનગર લોહાણા મહાજનને આ વર્ષના “શ્રેષ્ઠ લોહાણા મહાજન” એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ લાલ અને ખજાનચી અરવિંદભાઇ પાબારીએ આ એવોર્ડ સ્વિકાર્યા હતો.

જામનગર લોહાણા મહાજન દ્વારા સહયોગી સંસ્થા રઘુવંશી કર્મચારી મંડળને સાથે રાખીને માં કાર્ડ, બીન અનામત આયોગ પ્રમાણપત્ર, વિધવા સહાય, પ્રધાનમંત્રી વીમા યોજના, આધાર કાર્ડ, વૃધ્ધ પેન્શન, આયુષ્યમાન કાર્ડ, શૈક્ષણિક સ્કોલરશીપ જેવી સરકારી યોજનાઓ માટે ચાર હજારથી વધુ લાભાર્થીઓને સહાયભુત બનવા કાર્ય કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જામનગર લોહાણા મહાજન દ્વારા વેવિશાળ કેન્દ્ર મારફત 1500 જેટલા લગ્નોત્સુક યુવક-યુવતિઓની માહિતીનું આદાન-પ્રધાન કરવું, આદર્શ લગ્ન યોજના, શૈક્ષણિક અને આરોગ્ય સહાય, રોજગાર સહાય, રાશન કિટ વિતરણ જેવી પ્રવૃત્તિઓની સાથે જલારામ જયંતિની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી, સમૂહ મહાપ્રસાદ, થેલેસેમીયા ટેસ્ટ, નવરાત્રી પર્વની ઉજવણી, રમત-ગમત સ્પર્ધા, સરસ્વતી સન્માન સમારોહ, વિજયા દશમીએ શસ્ત્ર પૂજન, વડીલ વંદના રથ મારફત વડીલોને દર્શન થકી ધર્મલાભ, વડીલ સન્માન, રોગ નિદાન યજ્ઞ, નેત્રયજ્ઞ જેવી વિવિધ પ્રવૃત્તિ સાથે નાના-મોટા ગામના અને જામનગર શહેરના રઘુવંશી સમાજને સુસંગઠ્ઠીત કરવા માટે આ એવોર્ડ સાંપડયો છે. જામનગર લોહાણા મહાજનના હોદ્ેદારો પ્રમુખ જીતુભાઇ લાલ, ઉપપ્રમુખ કિરણભાઇ માધવાણી, મંત્રી રમેશભાઇ દત્તાણી, ટ્રેઝરર અરવિંદભાઇ પાબારી અને ઓડીટર હરેશભાઇ રાયઠઠ્ઠાની આગેવાનીમાં આ સિદ્ધી હાંસલ કરી છે.

- Advertisement -

નાસીક ખાતે આ એવોર્ડ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઇ વિઠ્ઠલાણીની ઉપસ્થિતિ વચ્ચે એવોર્ડના દાતા કિશોરભાઇ આથા (આથા ગ્રુપ) પરિવારના સભ્યો તથા જ્ઞાતિ શ્રેષ્ઠીઓના હસ્તે જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ લાલ અને ખજાનચી અરવિંદભાઇ પાબારીને અર્પણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે લોહાણા મહાપરિષદની મહિલા વીંગના અધ્યક્ષ, શ્રીમતી રશ્મીબેન વિઠ્ઠલાણી, તેમજ જ્ઞાતિ શ્રેષ્ઠીઓ મહેન્દ્રભાઇ ઘેલાણી, ધર્મેશભાઇ હરીયાણી, જીતુભાઇ ઠક્કર (નાસીક) સહિતનાઓ સાક્ષી બન્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular